સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો ભય લોકો ને સતાવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાં કોરોના કાળમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. ચોટીલાના આણંદપુર રોડ પર આવેલ નવી માર્કેકિંગ યાર્ડ સામે આવેલ એક સાથે સાત દુકાનોમાં વેપારના રોકડ રકમની ચોરીની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી છે.
આ ચોરીની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે, તેમજ ચોરીની ઘટનાને પગલે જઈને પોલીસ ટીમેં પણ તસ્કરોનું પગેરુ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ દુકાનો પાસે પોલીસ પોઇન્ટ હોવા છતાં તસ્કરો દુકાન ના પતરા ઉખેડીને રોકડ રકમ ચોરીને અંજામ આપતા પોલીસને પડકાર ફેંકયો હોય તેમ ચોરી કરીને નાસી છૂટયા છે.દુકાનોમાંથી રોકડ રકમ ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યાની ઘટનાથી પોલીસની નિષ્ક્રિયતા આ બાબતે દુકાનદારોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે.
સચીન પીઠવા સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
