@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લા માં ચાલુ વર્ષે દરેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ ને કારણે જિલ્લા ના તમામ ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોનાં પાકને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે જ્યારે ખેડૂતોએ મહામહેનતે કરેલ પાકો નિષ્ફળ જતાં ખેડૂતો ની હાલત કફોડી બની છે અને સરકાર પાસે નુકસાનીનું સર્વ કરી વળતર ચૂકવવા ની માંગ કરી રહ્યાં છે ત્યારે થોડાક દિવસ પહેલાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામના ખેડૂતે ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો બનાવ બન્યો હતો આ બનાવ ની શાહી હજુ સુકાઈ નથી ત્યા ફરી ઢેઢુકી ગામના જ વધુ એક ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરતાં મોત નીપજ્યું હતું.
10 વિઘામા તલ અને અન્ય પાકોનુ વાવેતર કર્યું હતું જે નિષ્ફળ જતાં આપઘાત કર્યો ની વ્યાપક ચર્ચાઓ. સાયલા તાલુકામાં ચાર જ દિવસમાં બે ખેડૂતના આપઘાત.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના ઢેઢુકી ગામે રહેતા અને ખેતી કરીને પરિવાર નુ ગુજરાન ચલાવતાં ખેડૂત ચંદુભાઈ હેમંતભાઇ ખમાણી ઉમર 25 વાળાએ પોતાના ખેતરમાં ઝેરી પીને આત્મહત્યા કરતાં મોત નીપજ્યું હતું જે અંગે ની જાણ થતાં ખેડૂતો સહીત પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને ગામના સરપંચ સહિત ના આગેવાનો જાણ કરી હતી અને ખેડૂતની લાશનો કબ્જો લઈ પીએમ અથૅ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયા ફરજ પરના ડોક્ટરે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા જયારે આ અંગે પરીવાર જનોના જણાવ્યા મુજબ ખેડૂત ચંદુભાઈ પોતાની જમીનમાં તલ સહીત ના પાકોનુ વાવેતર કર્યું હતું. અને સારો પાક થવાની આશા બાધી હતી પરંતુ વધુ વરસાદ પડતા અતી વૃષ્ટિ થતાં તલના પાક ઉપર પાણી ફરી વળ્યું હતું.
જેના કારણે મોટાપાયે નુકસાની થયા હતી જેથી ઘણા દિવસ થી આ ખેડૂત ચંદુભાઈ ગુમસુમ રહેતા હતા ને ગય કાલે પોતાના ખેતરમાં ઝેરી દવા પિને આત્મહત્યા કરી ની આશકા વ્યક્ત કરી હતી જોકે પોલીસ તપાસ બાદ આત્મહત્યા નુ સાચુ કારણ બહાર આવશે. સાયલા તાલુકામાં છેલ્લાં ચાર દિવસ મા એકજ ગામના બે ખેડૂતો એ પાક નિષ્ફળ જતા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
