Not Set/ સુશાંતસિંહ કેસ/ મુંબઈ પોલીસને બદનામ કરવા 80 હજારથી વધુ ફેક એકાઉન્ટ્સ બનાવાયા

  14 જૂનનાં રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી, આવા લગભગ 80 હજારથી વધુ અલગ અલગ જગ્યાએ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા, જેથી ચાલી રહેલી મુંબઈ પોલીસની તપાસ અને મહારાષ્ટ્ર સરકારને બદનામ કરી શકાય. મુંબઈ પોલીસ કમિશનરે સાયબર સેલે કહ્યુ છે કે, તે આવા કેસ આઈટી એક્ટ હેઠળ દાખલ કરી તેની તપાસ કરે. […]

Uncategorized
e2afd48bdd2f23d793cc4838fbac581d સુશાંતસિંહ કેસ/ મુંબઈ પોલીસને બદનામ કરવા 80 હજારથી વધુ ફેક એકાઉન્ટ્સ બનાવાયા
 

14 જૂનનાં રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી, આવા લગભગ 80 હજારથી વધુ અલગ અલગ જગ્યાએ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા, જેથી ચાલી રહેલી મુંબઈ પોલીસની તપાસ અને મહારાષ્ટ્ર સરકારને બદનામ કરી શકાય. મુંબઈ પોલીસ કમિશનરે સાયબર સેલે કહ્યુ છે કે, તે આવા કેસ આઈટી એક્ટ હેઠળ દાખલ કરી તેની તપાસ કરે.

મુંબઇ પોલીસનાં સાયબર સેલ યુનિટે એક અહેવાલ આપ્યો છે, જેમા જાણવા મળ્યું છે કે પોસ્ટ્સનાં સોશિયલ મીડિયાનાં મંચો પર દુનિયાનાં અલગ-અળગ દેશો જેવા ઇટલી, જાપાન, પોલેન્ડ, સ્લોવેનિયા, ઇન્ડોનેશિયા, તુર્કી, થાઇલેન્ડ, રોમાનિયા અને ફ્રાંસથી પોસ્ટ કરવામાં આવેલ છે. વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે- “અમે વિદેશી ભાષામાં પોસ્ટ્સ ઓળખી કાઠી છે કારણ કે તેમાં હેશટેગ્સ છે – #justiceforsushant #sushantsinghrajput અને #SSR નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે વધુ ખાતાને વેરિફાઈ કરવાની પ્રક્રિયામાં છીએ.”

મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે કહ્યું કે, “આ અભિયાન અમારા મનોબળને નીચું કરવા માટે ચલાવવામાં આવ્યો હતો, ત્યારે કોરોના વાયરસને કારણે 84 પોલીસ જવાનોની મોત થઇ ગઇ હતી અને 6 હજારથી વધુ જવાન કોરોના સંક્રમિત હતા. તે જાણી જોઈને ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન મુંબઈ પોલીસની છબી અને તપાસ બંનેને બગાડવા માટે હતુ. મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા પર અસભ્ય ભાષા સાથે ઘણા નકલી એકાઉન્ટ્સથી બનેલી હતી. આ બાબતે અમારી સાયબર સેલ વિગતવાર તપાસ કરી રહી છે અને જો કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત સાબિત થાય છે તેમને માહિતી ટેકનોલોજી એક્ટની જરૂરી કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.