બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાની શૈલીથી લોકોનાં હૃદયમાં ઘણું સ્થાન બનાવી લીધુ હતુ. જો કે અભિનેતાએ 34 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહી દીધુ છે પરંતુ આજે પણ તેના ઘણા વીડિયો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, અભિનેતાનાં મૃત્યુથી લોકો ચોંકી ગયા છે. ટેલિવિઝનની દુનિયાથી બોલિવૂડમાં પ્રવેશ મેળવનાર સુશાંત સિંહ રાજપૂત પોતાના કામ માટે જાણીતા હતા. વળી તાજેતરમાં જ અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં તે તેની ફિલ્મ ‘રાબ્તા‘ નાં ગીત ‘મેં તેરા બોયફ્રેન્ડ‘ પર જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂતનાં આ વીડિયોમાં, તેની એનર્જી, નૃત્ય અને શૈલી બધુ જ વખાણવા લાયક છે.
વીડિયોમાં તેના ચાહકો સુશાંત સિંહ રાજપૂતનાં જોરદાર ડાન્સની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તેનો આ થ્રો બેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તેની સાથે તે ઇન્સ્ટાગ્રામ પર લગભગ એક લાખ વખત જોવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતે તેના અભિનયની સાથે સાથે તેના ડાન્સથી પણ ખૂબ ઓળખ મેળવી હતી. ઝલક દિખ લા જા અને ઝરા નચકે દિખા જેવા કાર્યક્રમોમાં તેણે પોતાના ડાન્સથી ઘણાં દિલ જીત્યા હતા. આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂનનાં રોજ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચાહકો સતત તેના સોશિયલ મીડિયા દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. અભિનેતાનાં અંતિમ સંસ્કાર માટે તેનો પરિવાર પટનાથી મુંબઇ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
