Not Set/ સુશાંત સિંહ રાજપૂતના નિધન પર સલમાન ખાને વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું-તમે યાદ આવશો

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનાં સમાચારે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શોક લાગ્યો છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા તેમના ફ્લેટમાં 34 વર્ષીય અભિનેતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મૃત્યુના સમાચાર પર દરેકનું માનવું અશક્ય છે અને સોશિયલ મીડિયા પર તેમની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ સાથે જ સુશાંતના અચાનક મોત પર બોલિવૂડના […]

Uncategorized
8eb90eab3747216266328a654391f6af સુશાંત સિંહ રાજપૂતના નિધન પર સલમાન ખાને વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું-તમે યાદ આવશો

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનાં સમાચારે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શોક લાગ્યો છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા તેમના ફ્લેટમાં 34 વર્ષીય અભિનેતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મૃત્યુના સમાચાર પર દરેકનું માનવું અશક્ય છે અને સોશિયલ મીડિયા પર તેમની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ સાથે જ સુશાંતના અચાનક મોત પર બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પણ ખૂબ જ દુખી છે. સલમાન ખાને પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘તમે ખુબ યાદ આવશો સુશાંત.

અક્ષય કુમાર, અજય દેવગન અને શાહરૂખ ખાન જેવા અભિનેતાઓએ સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં સમાચાર પર વ્યથા વ્યક્ત કરી છે અને હવે સલમાન ખાને પણ એક ટ્વિટ દ્વારા અભિનેતાને યાદ કર્યા છે.

આપને જણાવી દઈએ કે, માહિતી આપતી વખતે મુંબઇ પોલીસે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. સુશાંતના અવસાનના સમાચાર પછી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલિવૂડના ઘણા મોટા કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા તેમની શ્રદ્ધાંજલિ આપી હતી.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.