Not Set/ સુશાંત સિંહ સુસાઇડ કેસ/ રિયા ચક્રવર્તી વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરાઇ અરજી, લાગ્યો આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ લોકો તેમના મૃત્યુ માટે જવાબદાર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા સ્ટાર્સ અને પ્રોડક્શન કંપનીઓને માની રહ્યા છે. કરણ જોહર, એકતા કપૂર સહિતના ઘણા લોકોને તેમના મૃત્યુના કેસમાં આરોપી માનતા બિહારની ઘણી અદાલતોમાં અરજીઓ કરવામાં આવી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં હવે શનિવારે બિહારની એક કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ લોકો તેમના મૃત્યુ માટે જવાબદાર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા સ્ટાર્સ અને પ્રોડક્શન કંપનીઓને માની રહ્યા છે. કરણ જોહર, એકતા કપૂર સહિતના ઘણા લોકોને તેમના મૃત્યુના કેસમાં આરોપી માનતા બિહારની ઘણી અદાલતોમાં અરજીઓ કરવામાં આવી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં હવે શનિવારે બિહારની એક કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આત્મહત્યા માટે ઉકસવવાનો આરોપ લગાવામાં આવ્યો છે.

મુઝફ્ફરપુરના પતાહી વિસ્તારના રહેવાસી કુંદન કુમારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ કુમાર સમક્ષ આ અરજી કરી છે, જેની સુનાવણી 24 જૂને થશે. સુશાંતની આત્મહત્યાના કેસમાં બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટ સમક્ષ આ બીજી અરજી કરવામાં આવી છે. આ અગાઉ સ્થાનિક વકીલ સુધીર કુમારે સલમાન ખાન, આદિત્ય ચોપરા, કરણ જોહર, સંજય લીલા ભણસાલી અને એકતા કપૂર વિરુદ્ધ અરજી કરી હતી.

Sushant Singh Rajput suicide: Jiah Khan's mother lashes out at ...

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની આ મોટી હસ્તીઓ પર આરોપ લગાવ્યા હતા કે આ લોકોએ સુશાંત સિંહની કારકિર્દીમાં અવરોધો ઉભા કર્યા છે. હવે રિયા ચક્રવર્તી પર માનસિક તણાવ અને આત્મહત્યા માટે ઉકસવવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 18 જૂને રિયા ચક્રવર્તીની મુંબઇ પોલીસે લગભગ 10 કલાક પૂછપરછ કરી હતી. રિયાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે પહેલીવાર યશ રાજ ફિલ્મ્સના મેરે ડેડની મારુતિના શૂટિંગ દરમિયાન મળી હતી. આ પછી, ઘણી પાર્ટીઓમાં મળ્યા પછી બંને સારા મિત્રો બન્યા.

Sushant Singh Rajput owns a Company registered with Rhea ...

રિયાએ મુંબઈ પોલીસને આપ્યું હતું નિવેદન

રિયાએ કહ્યું કે ત્યારબાદ વર્ષ 2019 માં સુશાંતે મને પ્રપોઝ કર્યું હતું. સુશાંતે મને કહ્યું, ‘હું indirectly તને નથી કહી શકતો, તેથી જ હું તને સીધું કહું છું. હું તને પસંદ કરું છુ હું તને મારી ગર્લફ્રેન્ડ બનાવવા માંગુ છું. ”રિયા સુશાંતને પણ પ્રેમ કરતી હતી અને બંને વચ્ચે સંબંધ શરૂ થયો હતો. રિયાએ પોલીસને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2019 માં દિલ બેચાર ફિલ્મ પૂર્ણ કર્યા પછી સુશાંતને ડિપ્રેશનના સંકેતો મળવા લાગ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.