આપણને એવું કહેવામાં આવે છે કે ક્યારેય સૂતી વખતે પગની દિશા દક્ષિણ કે પૂર્વમાં ન હોવી જોઈએ. ઘણી વાર આપણને તેનું તાર્કિક મહત્વ સમજાતું નથી. જોકે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશામાં પગ રાખીને ન સૂવાના ઘણાં કારણો છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સમજવામાં આવે તો આપણા માથાના ભાગે ધન ઊર્જા રહેલી છે જ્યારે પગના ભાગે ઋણ ઊર્જા રહેલી છે. ઋણાત્મક ઊર્જા પગના ભાગેથી બહાર નીકળતી હોય છે. ઉત્તર દિશા તરફ ધનપ્રવાહ વહે છે જ્યારે દક્ષિણ દિશાતરફ ઋણપ્રવાહ વહે છે. હવે જો તમે માથાને ઉત્તર દિશા તરફ રાખશો તો પગ દક્ષિણ દિશામાં આવશે. એવા સમયે ઉત્તરની ધનાત્મક ઊર્જા અને માથાની ધનાત્મક તરંગો એકબીજાથી વિપરીત જશે. તેના કારણે મગજની બેચેની વધશે. ઊંઘ પણ સારી રીતે નહીં આવે. આ પરિસ્થિતિમાં તમે સૂઈ જશો પરંતુ જ્યારે જાગશો ત્યારે તમને એમ થશે કે હજી થોડીવાર સૂઈ જવું જોઈએ.
જો તમે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂતા હશો તો મગજમાં આ રીતના વિપરીત તરંગો નહીં ઊઠે. અને સારી ઊંઘ પણ આવશે. માથે ક્યારેય માથું ઉત્તરમાં અને પગ દક્ષિણમાં હોય તેવી પરિસ્થિતિમાં ન સૂવું.
હવે પૂર્વ દિશાની વાત કરીએ તો પૂર્વમાં દેવી દેવતાઓનો વાસ મનાય છે. માટે શાસ્ત્રો પ્રમાણે પૂર્વ દિશામાં પગ રાખવા યોગ્ય નથી. પૂર્વમાં સૂર્યની ઉર્જા ફેલાયેલી હોય છે માટે પૂર્વ દિશામાં પગ રાખીને ન સૂવું જોઈએ.
વિજ્ઞાનને સામે રાખીને જુઓ તો પણ પૃથ્વીના બંને ધ્રુવ ઉત્તર તથા દક્ષિણમાં ચુંબકીય પ્રવાહ વ્યાપેલો છે. દક્ષિણમાં પગ રાખવાતી શારીરિક ઊર્જા વેડફાય છે. સવારે ઊઠો તો પણ થાક લાગે છે જ્યારે દક્ષિણમાં માથું રાખવાથી આવી તકલીફો નહીં થાય. ઉત્તર તરફ વહેતો ધનપ્રવાહ અને દક્ષિણ તરફ વહેતો ઋણ પ્રવાહ છે. આપણા માથા તરફ ધનપ્રવાહ વહે છે અને પગના સ્થાને ઋણ પ્રવાહ વહે છે. એટલે પગ અને માથું બંને દિશામાં ચુંબકની જેમ જ ખેંચાય છે એટલે જો વિપરીત દિશામાં સૂવામાં આવે તો તકલીફ થાય છે.
