Not Set/ સેમસંગે 17 કેમેરા સાથે 360 રાઉન્ડ વીઆર લોન્ચ કર્યો

દક્ષિણ કોરિયન ટેકનોલોજી જાયન્ટ સેમસન્ગે નવો 360 ડિગ્રી કેમેરા લોન્ચ કર્યો છે. પહેલાં સેમસંગ કેમેરા લોન્ચ થયું હતું, પરંતુ આ અલગ છે. આ નવો 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કૅમેરામાં જોઈએ તો એવું લાગે છે જાણેકે યુએફઓ જોઈ રહ્યા છીએ. આ 360 રાઉન્ડ કેમેરામાં 17 લેન્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કેમેરાના લેન્સ વોટર તથા ડસ્ટ […]

Tech & Auto

દક્ષિણ કોરિયન ટેકનોલોજી જાયન્ટ સેમસન્ગે નવો 360 ડિગ્રી કેમેરા લોન્ચ કર્યો છે. પહેલાં સેમસંગ કેમેરા લોન્ચ થયું હતું, પરંતુ આ અલગ છે. આ નવો 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કૅમેરામાં જોઈએ તો એવું લાગે છે જાણેકે યુએફઓ જોઈ રહ્યા છીએ. આ 360 રાઉન્ડ કેમેરામાં 17 લેન્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કેમેરાના લેન્સ વોટર તથા ડસ્ટ રેઝિસ્ટન્ટ છે જેના લીધે આઉટડોર શૂટિંગ તથા લાઈવ સ્ટ્રીમિંગ કરવા માં સરળતા રહેશે. આ કૅમેરામાં તમે વરસાદમાં પણ રેકોર્ડ કરી શકશો.

ડિસ્ક આકાર ધરાવતા આ કેમેરામાં 2 મેગાપિક્સલના કુલ 17 કેમેરા અને 6 માઇક્રોફોન્સ લગાવેલ છે. આ ઉપરાંત તેમાં બે માઇક પોર્ટ પણ છે, જે 3D વર્ચ્યુઅલ રિયાલિટી વીડિયો બનાવી શકે છે. આ કેમેરાની ખાસિયત એ છે કે તે 30 ફ્રેમ્સ પ્રતિ સેકંડની ગતિ થી 4K વિડિયો રેકોર્ડ કરી શકે છે. જો કે, તમારે તેનો ઉપયોગ કરવા માટે એક હાઇ એન્ડ કમ્પ્યુટરની જરૂર પડશે.