અમદાવાદઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહના કાફલા પર સોમવારે રાત્રે જુનાગઢ જિલ્લાના કેશોદ નજીક ઇંડા ફેકવામાં આવ્યા હતા. કેશોદમાં રસ્તા પર ઉભેલા પાટીદારોએ શાહના કાફલા પર ઇંડાનો વરસાદ શરૂ કરી પોતાનો વિરોધ શરૂ કરી દીધો હતો. મંગળવારે અમિત શાહ પીએમ મોદી સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. રાત્રે અંદાજે 11:30 વાગે પાટીદારોએ શાહના કાફલા ર ઇંડા નાખ્યા હતા. અચાનક થયેલા ઇંડાની વરસાદથી ગાડી ધીમી પડી ગઇ હતી. પણ ત્યાર બાદ ગાડીના ફફલો સોમનાથ તરફ આગળ વધી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, પાટીદારોના અનામત આંદોલન દરમિયાન તેમના પર પોલીસ દ્વારા લાકડી વરસાવામાં આવી હતી. જેનાથી ઘણા લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. જેને લઇને પાટીદાર આંદોલન નેતા અમિત શાહથી નારાજ છે.
આ પહેલા અમિત શાહ પાટીદારોના કાર્યક્રમમાં પહોચ્યા હતા. તે આ કાર્યક્રમમાં હાજરી આપીને એ સાબિતત કરવા માંગતા હતા કે, પાટીદાર અમારી સાથે છે. પરંતું પાટીદાર આદોલનના કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો. વાત વધી જતા અમિતા શાહને પોતાનું ભાષણ અધવચ્ચે છોડીને ભાગવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી અમિત શાહએ યૂપીમાં હતા. 8 માર્ચે અંહી અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. અમિત શાહ યૂપીમાં સપા-બસપા અને કૉંગ્રેસ પર તીખા વાર કર્યા હતા. એટલું જ નહી ગોરખપુરમાં તેમણે યોગી આદિત્યનાથ સાથે મળીને મોટો રોડ શો કર્યો હતો. અમિત શાહનું કહેવું છે કે, યૂપીમાં બીજેપીનું પ્રદર્શન સારુ રહેશે.
