ભારતીય રેલ્વેએ એક ટ્વીટ દ્વારા મુસાફરોએ સ્પેશ્યલ ટ્રેનોની બુક કરાવેલી ટિકિટ અંગે જાણકારી આપી છે. જેમા તેમણે લખ્યુ છે કે, અત્યાર સુધીમાં 2,34,411 મુસાફરોએ વિશેષ ટ્રેનોની ટિકિટ બુક કરાવી છે. અત્યાર સુધીમાં કુલ મુસાફરો આરક્ષણ પ્રણાલી (PRS) નું ભાડું 45.30 કરોડ રૂપિયા જમા થયુ છે.
2,34,411 passengers have booked tickets till now for special trains. Total Passenger Reservation System (PRS) fare collected till now is Rs 45.30 crores: Indian Railways
— ANI (@ANI) May 14, 2020
ઉલ્લેખનીય છે કે, મુસાફરોને મોટો ઝટકો આપતા ભારતીય રેલ્વેએ 30 જૂન, 2020 સુધી અને તે પહેલાંની આરક્ષિત દરેક ટિકિટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 30 જૂન 2020 પહેલાં દરેક ટિકિટ પરત આપી દેવામાં આવશે. જો કે વિશેષ ટ્રેન અને મજૂર વિશેષ ટ્રેન (શ્રમિક સ્પેશિયલ ટ્રેન) દોડતી રહેશે. આનો અર્થ એ થયો કે રેલ્વે જૂન પહેલા નિયમિત ટ્રેનો ચલાવશે નહીં. કોરોના વાયરસનાં કારણે દેશભરમાં વડા પ્રધાન (પીએમ નરેન્દ્ર મોદી) વતી લાગુ કરવામાં આવેલ લોકડાઓઉનનાં કારણે રેલ્વેએ આ નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
