સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા આધેડનું દસમાં માળથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. આધેડ બાલ્કની માથી અચાનક નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. આધેડના મોતને લઈ બિલ્ડીંગના અન્ય રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જોકે આધેડના મોતને લઈને રહસ્ય ઘેરાતું જાય છે. આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આપને જણાવી દઈએ કે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શુભ વાટિકા સોસાયટીમાં આધેડનું દસમાં માળથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. સોસાયટીની બિલ્ડીંગ નંબર સીના 10માં માળેથી આધેડ પટકાયા છે.
50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજતાં સ્થાનિકો દ્વારા તેના મૃતદેહ પર ચાદર ઓઢાડી પોલીસને જાણ કરાઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આધેડે આત્મહત્યા કરી કે કોઈએ તેની હત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
