Not Set/ હવે આડેધડ મેસેજ ફોરવર્ડ કરવા FB Messengerમાં પણ થશે મુશ્કેલ, આવી રહ્યું છે નવું ફોરવર્ડ મેસેજ ફીચર

આજનાં આ ડિજીટલ વિશ્વમાં માહિતી આંગળીનાં ટેરવા પર છે, તેવું કહેવામાં આવે છે અને તે શક્ય થયુ છે ઝડપી અને વ્યાપક મેસેજ કરી શકવાનાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની ક્ષમતાનાં કારણે. કોઇ પણ વસ્તુનાં ભય સ્થાન હોય જ છે અને આનું ભય સ્થાન છે ખોટી માહિતીનો વ્યાપક ફેલાવો. હવે ફેસબુક દ્વારા બનાવટી અને ખોટી માહિતી ફેલાવવાનું બંધ […]

Tech & Auto
da1e72d5c5b528dde6debfdeca01ebbf હવે આડેધડ મેસેજ ફોરવર્ડ કરવા FB Messengerમાં પણ થશે મુશ્કેલ, આવી રહ્યું છે નવું ફોરવર્ડ મેસેજ ફીચર

આજનાં આ ડિજીટલ વિશ્વમાં માહિતી આંગળીનાં ટેરવા પર છે, તેવું કહેવામાં આવે છે અને તે શક્ય થયુ છે ઝડપી અને વ્યાપક મેસેજ કરી શકવાનાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની ક્ષમતાનાં કારણે. કોઇ પણ વસ્તુનાં ભય સ્થાન હોય જ છે અને આનું ભય સ્થાન છે ખોટી માહિતીનો વ્યાપક ફેલાવો. હવે ફેસબુક દ્વારા બનાવટી અને ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

જી હા, આવનાર સમયમાં ફેસબુક દ્વારા બનાવટી અને ખોટી માહિતી ફેલાવવાનું મુશ્કેલ થશે. આ માટે ફેસબુક તેની ચેટિંગ એપ મેસેંજરમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. જી હા, ફેસબુક તરફથી વ્હોટ્સએપની જેમ મેસેંજર એપ્લિકેશનમાં મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવશે. 

શું બદલાવ આવશે
ફેસબુક મેસેંજરમાં ફોરવર્ડ મેસેજની મહત્તમ મર્યાદા ઘટાડીને 5 કરી દેવામાં આવી છે. આમાં ફેસબુક મેસેન્જર વપરાશકર્તાઓ એક સમયે મહત્તમ 5 લોકો અથવા જૂથોને સંદેશા મોકલવા માટે સક્ષમ હશે. ફેસબુકના દાવા મુજબ ફોરવર્ડ મેસેજની મહત્તમ મર્યાદા નક્કી કરીને બનાવટી સમાચાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ઉપરાંત ખોટી માહિતી આપતા મેસેજને ફેલાતા પણ બંધ કરવામાં આવશે

વોટ્સએપમાં પણ ફોરવર્ડ મેસેજ સુવિધામાં કરાયો હતો સુધારો
વર્ષ 2018 માં ભારતમાં ફેસબુક ફોરવર્ડ મેસેજ સુવિધા WhatsAppમાં આપવામાં આવી હતી. ત્યારબાદ આ વર્ષે જાન્યુઆરીમાં વૈશ્વિક બજારમાં ફોરવર્ડ મેસેજ સુવિધા રજૂ કરવામાં આવી છે. વોટ્સએપે કહ્યું કે એક જ સમયમાં એક જ ચેટ કરી શકાય છે. ઉપરાંત મેસેંજર એપ્લિકેશનમાં કેટલીક નવી ગોપનીયતા સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જે એન્ડરોઈડ ડિવાઈઝને સપોર્ટ કરશે.

રિપોર્ટ અનુસાર હવે જો તમે મેસેંજર એપના ફોરવર્ડ મેસેંજરમાં વધારે યુઝર્સ ઉમેરશો તો વોટ્સએપ તરફથી એક મેસેજ આવશે, જેમાં કહેવામાં આવશે કે તેણે તેના ફોરવર્ડ મેસેજની મહત્તમ મર્યાદા પાર થઈ ગઈ છે.

ખોટી માહિતી અને સમાચાર રોકવાનો પ્રયાસ
મેસેંજર પ્રોડક્ટ મેનેજર અને ડિરેક્ટર જય સુલિવાને કહ્યું કે કોવિડ -19 દરમિયાન વૈશ્વિક સ્તરે બનાવટી અને ખોટી માહિતી અટકાવવી કોઈ પડકારથી ઓછુ નથી. પરંતુ આમ હોવા છતાં ફેસબુક દરેક રીતે નકલી સમાચારોના ફેલાવોને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો આ વર્ષે અમેરિકા, ન્યુઝીલેન્ડમાં ચૂંટણી યોજાવાની છે, જ્યાં સોશિયલ મીડિયાથી બનાવટી સમાચાર ફેલાવવો એ મોટો મુદ્દો છે. આવી સ્થિતિમાં ફેસબુક દ્વારા ચૂંટણી પહેલા ફુલપ્રૂફ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી બનાવટી સમાચારોને ફેલાતા અટકાવી શકાય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews