Not Set/ હવે મારા ભાઈ હીરા સોલંકીને સમાજમાં સ્થાન મળે એવી સમાજની લાગણી છે : પુરુષોત્તમ સોલંકી

  ગાંધીનગર ખાતે કોળી સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી સમાજના તરસત માં ખાલી પડેલી બેઠકમાં હીરા સોલંકી સહિતના નવા લોકોને સામેલ કરવામાં હાકલ કરી હતી. નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળમાંથી પુરુષોત્તમ સોલંકીને પડતા મૂકી શકાય છે તેવી વાતો સંદર્ભે પુરુષોત્તમ […]

Uncategorized
4c08208bd2689da343d0f0aa8c57a44a હવે મારા ભાઈ હીરા સોલંકીને સમાજમાં સ્થાન મળે એવી સમાજની લાગણી છે : પુરુષોત્તમ સોલંકી
 

ગાંધીનગર ખાતે કોળી સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી સમાજના તરસત માં ખાલી પડેલી બેઠકમાં હીરા સોલંકી સહિતના નવા લોકોને સામેલ કરવામાં હાકલ કરી હતી.

નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળમાંથી પુરુષોત્તમ સોલંકીને પડતા મૂકી શકાય છે તેવી વાતો સંદર્ભે પુરુષોત્તમ સોલંકી સ્પષ્ટતા કરી કે, આવી કોઈ વાત નથી. જો મારી નાંદુરસ્ત તબિયતને કારણે પડતા મૂકવા હોત તો મંત્રીમંડળમાંથી ક્યારનાં ય પડતા મૂક્યા હોત. પણ મેં પાર્ટી માટે ઘણું કર્યું છે અને મને વિશ્વાસ છે કે મંત્રીમંડળમાંથી પડતાં મૂકવાની વાત નથી. જો કોઇ વાત હશે તો કોળી સમાજે વિચાર કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.