Not Set/ હાર્દિક સૂરતના પુણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે, જાણો કેમ ?

સૂરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના PAAS કન્વીનર હાર્દિક પટેલે સુરતના 9 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના યુવ મોર્ચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલની સુરતની સભામાં પાટીદાર યુવાનની બીજેપીના કાર્યકર્તાઓએ દ્વારા ધોલાઇ કરવામાં આવી હતી જે મામલે બીજેપીના કાર્યકર્તાઓની ધરપકડની માંગ હાર્દિક પટેલે કરી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ હાર્દિક પટેલ સુરત ક્રાઇમ […]

Uncategorized
hardik patel surat હાર્દિક સૂરતના પુણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે, જાણો કેમ ?

સૂરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના PAAS કન્વીનર હાર્દિક પટેલે સુરતના 9 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના યુવ મોર્ચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલની સુરતની સભામાં પાટીદાર યુવાનની બીજેપીના કાર્યકર્તાઓએ દ્વારા ધોલાઇ કરવામાં આવી હતી જે મામલે બીજેપીના કાર્યકર્તાઓની ધરપકડની માંગ હાર્દિક પટેલે કરી છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજરી પુરાવવા માટે આવ્યો હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુંડાગર્દિનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી રહી જેમ પાસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે તેમ બીજેપીના કર્યકર્તાઓની પણ ધરપડ કરવામાં આવે

ડો.ઋત્વિજ પટેલની રેલીનો વિરોધ કરનાર વિજય માંગુકીયાને ભાજપના ગુંડાઓએ માર માર્યો હોવાનું જણાવી હાર્દિકે કહ્યું કે, ગુજરાતમાં સ્વતંત્રતા નથી. ભાજપના લોકો ગમે તેને માર મારી રહ્યાં છે. વિજયને ભાજપના ગુંડાઓએ ઢોર માર માર્યો સાબિત કરે છે કે, ભાજપ ધારે તે ગમે ત્યારે કરે છે. એને કોઈ કહેવાવાળું નથી