Not Set/ હિટ એન્ડ રનઃ સફારી કારે અકસ્માતની હારમાળા સર્જી 4 લોકોને અટફેટે લીધા, અકસ્માતમાં 2 ના મોત

વડોદરાઃ વાસણા રોડ પર કાર ચાલકે  ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમા 2 લોકોના મોત થયા હતા, તો બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક આર્મીમેનનો પુત્ર વિજય મકવાણા નામના યુવાને અકસ્માતની હારમાળા શર્જી હતી.વિજયે પુરઝડપે સફારી કાર હંકારી એક કિલોમીટર સુધી કોહરામ મચાવીને બે રિક્ષા, વીજ થાંબલો અને લારીઓનો ખુરદો બોલાવી દીધો હતો. અકસ્માત સર્જનાર […]

Uncategorized
03e22709 2043 423a 9216 95774354b30d 1 હિટ એન્ડ રનઃ સફારી કારે અકસ્માતની હારમાળા સર્જી 4 લોકોને અટફેટે લીધા, અકસ્માતમાં 2 ના મોત

વડોદરાઃ વાસણા રોડ પર કાર ચાલકે  ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમા 2 લોકોના મોત થયા હતા, તો બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક આર્મીમેનનો પુત્ર વિજય મકવાણા નામના યુવાને અકસ્માતની હારમાળા શર્જી હતી.વિજયે પુરઝડપે સફારી કાર હંકારી એક કિલોમીટર સુધી કોહરામ મચાવીને બે રિક્ષા, વીજ થાંબલો અને લારીઓનો ખુરદો બોલાવી દીધો હતો.

અકસ્માત સર્જનાર વિજય મકવાણા દારૂના નશામાં હતો અને તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. અકસ્માત સર્જ્યા બાદ ગણેશને લોકોએ માર માર્યો હતો.  અકસ્માતને પગલે વડોદરાના મેયર ભરત ડાંગર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આરોપીને દાખલો બેસે તેવી સજા કરવા અનુરોધ કર્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી.જે પટેલે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.