સુરતમાં કોરોનાસંક્રમણમાં અત્યારસુધી કુલ 40ના મોતના મોત થયા છે. અને 984 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. કોરોના સંક્રમણ દરમ્યાન હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિ હોય તે તમામની અંતિમ ક્રિયાનું કામ અબ્દુલ મલબારી અને તેની ટીમ જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ પાર પાડે છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમની સાથે હોય છે. અબ્દુલને તમામ ધર્મની અંતિમ ક્રિયાની વિધિ આવડે છે અને તે માટે તેની પાસે ધાર્મિક આગેવાનો સહિતની પુરી ટીમ પણ છે.
તેઓ કોરોના સંક્રમણ થી મૃત્યુ પામતા લોકોનેઅગ્નિદાહ આપવાનો હોય કે દફન વિધિ નું કામતેમની ટીમ સાયન્ટિફિક રીતે કરી રહી છે. લોકો ભયને લીધે પોતાના સગા સંબંધીઓની અંતિમ ક્રિયા કરવાનું ટાળી રહ્યાછે. તેઓ છેલ્લા 33 વર્ષ થી બિનવારસી લાહોની અંતિમ ક્રિયાનું કામ કરે છે.2001 માં કચ્છના ભૂકંપ વખતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સેક્રેટરી સ.જગદીશને તેમની ટીમને ડિકમ્પોઝ લાશોના નિકાલ માટે તેડાવી હતી.
સુરતમાં અબ્દુલ રહેમાન માલબારીના એકતા ટ્રસ્ટની ઓફિસ ચોકબજાર ખાતે આવેલી ઓફિસ સિવાય કોરોના સંક્રમનમાં મૃત્યુ પામતા લોકોની અંતિમક્રિયા કરનાર કોઈ નથી ત્યારે માલબરીની ટીમની જવાબદારી વધી છે.માલબરીનું ગ્રુપ જ જાણે કોરોના સંક્રમણ માં મૃત્યુ પામતા લોકોનું વારસ છે અને તે લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર અને કફન-દફનના કામ માટે શહેરના ખૂબ જ નામધારી બિસ્મિલ્લાહ હોટલના માલિક મર્હુમ શફી ચાચાએ તેની સ્થાપ્ના કરી હતી. આજે આ ટ્રસ્ટમાં 3000થી વધુ સભ્યો છે .1997માં કંડલામાં આવેલું વાવાઝોડુ, વર્ષ 2001માં ભૂકંપમાં કચ્છમાં થયેલી તબાહીમાં રેસક્યુ કામગીરી, 1998 અને 2006માં સુરતમાં આવેલા નદી પુરમાં કરેલી અકલ્પનીય કામગીરી, 2018માં કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ મચેલી તબાહી બાદ કામગીરી, પાછલા વર્ષે કાશ્મીરમાં આવેલા પૂરમાં મચેલી તબાહી બાદની કામગીરી મુખ્ય છે
ઉપરાંત અમદાવાદમાં કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ લાવારિસ લાશોના અંતિમ સંસ્કારની કામગીરીમાં હડતાળ પડતા રાજ્ય સરકારના આદેશથી ત્યાંના 190 શબોના અંતિમ સંસ્કારની કાર્યવાહી પણ એકતા ટ્રસ્ટે કરી હતી. અબ્દુલ મલબારી એ અત્યારસુધી અમે 50 હજારથી વધુ લાવારિસ લાશોના વારિસ બન્યા છે. હાલ કોરોના વખતે પરિવારને પણ અંતિમ ક્રિયા કરવાની પરવાનગી નથી ત્યારે કુદરતે માલબરીની ટીમને મરણ જનારના પરિવાર બનવાનો મોકો આપ્યો છે અને દરેક ધાર્મિક વિધિથી આ કામગીરી પાર પાડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
