Not Set/ હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીના મોતની આશંકાઓ બની તેજ, બોટમાં એકલો મળ્યો 4 વર્ષનો દીકરો

હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નાયા રિવેરા ગાયબ હતી, હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેણીનું નિધન થઈ ગયું છે. નાયા રિવેરા કેલિફોર્નિયાના વેન્ચુરા કાઉન્ટીના પીરૂ લેકમાંથી ગુમ થઈ હતી. નાયાએ તેના 4 વર્ષના દીકરા સાથે બોટ ભાડે લઈને સ્વિમિંગ કરવા નીકળી હતી, પરંતુ પરત ફરી ન હતી. તેનો 4 વર્ષનો પુત્ર બોટમાં એકલા મળી […]

Uncategorized
42b2ac1273cc5c80b54c1c17f152855c હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીના મોતની આશંકાઓ બની તેજ, બોટમાં એકલો મળ્યો 4 વર્ષનો દીકરો

હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નાયા રિવેરા ગાયબ હતી, હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેણીનું નિધન થઈ ગયું છે. નાયા રિવેરા કેલિફોર્નિયાના વેન્ચુરા કાઉન્ટીના પીરૂ લેકમાંથી ગુમ થઈ હતી. નાયાએ તેના 4 વર્ષના દીકરા સાથે બોટ ભાડે લઈને સ્વિમિંગ કરવા નીકળી હતી, પરંતુ પરત ફરી ન હતી. તેનો 4 વર્ષનો પુત્ર બોટમાં એકલા મળી આવ્યો હતો. વેન્ચુરા કાઉન્ટીના શેરિફ વિભાગે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

નાયા રિવેરાને લઈને વિભાગ તરફથી બે ટ્વીટ સામે આવ્યા છે. પહેલા ટ્વીટમાં લખ્યું છે કે – ‘પીરુ લેકમાં ડૂબી રહેલા સંભવિત વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે’. બીજા ટ્વીટમાં વિભાગે કહ્યું, “ગુમ થયેલ વ્યક્તિ નાયા રિવેરા છે, તે 33 વર્ષની છે, તેની શોધ ચાલુ છે.” હેલિકોપ્ટર દ્વારા નાયાની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.