Sabarkantha News: સાબરકાંઠાના મોડાસામાં પિતા-પુત્ર સામે કરોડોની ઠગાઈ(Fraud) ની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ બોગસ કંપનીમાં રોકાણના નામે 1.44 કરોડની છેતરપિંડી આચરી છે. સાબરકાંઠાના તલોદમાં રહેલા શર્મા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી થઈ છે. મોડાસામાં રહેતા દિવ્યાંસ અને કુલદીપ શર્મા સામે 1. 44 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે. પિતા-પુત્રએ ફરિયાદીને કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. જેમાં રોકાણ કરવા પર આશરે 35 ટકા પ્રોફિટની પણ લાલચ આપવામાં આવી હતી. આખરે લાલચમાં આવીને શર્મા પરિવારે બોગસ કંપનીમાં રોકાણ કર્યું
આરોપી પિતા-પુત્રએ ફરિયાદીને પોતાની જાળમાં ફસાવવા માટે ખાનગી બેંકનું બોગસ સ્ટેટમેન્ટ (Bogus Statement) પર બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ફરિયાદીને 3 મહિનામાં રોકાણનું 35 ટકા પ્રોફિટ થવાની લાલચ આપી હતી. જેથી લાલચમાં આવીને ફરિયાદીએ બોગસ કંપનીમાં આશરે 1.50 લાખનું રોકાણ કર્યું હતું. જે બાદમાં કંપની બંધ થઈ જતા ફરિયાદીએ પિતા-પુત્ર સામે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે કેટલાંક મહિના પહેલા પણ હિંમતનગરમાં વેપારી પાસે શેરબજારમાં વધુ નાણા કમાવવાની લાલચ આપીને આશરે 37 લાખથી વધુની છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં આરોપીઓએ વેપારી પાસેથી શેરબજારમાં IPOના રોકાણના નામે બેંકના ખાતામાં નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા. આખરે વેપારીને ઠગાઈને થયાની જાણ થતા હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પહેલાં પાટણમાં 1.29 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક વેપારી સાથે આ છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તપાસમાં કોમ્પ્યુટર સેલ્સના માલિક સાથે આ ઠગાઈ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. કમ્પ્યુટર સેલ્સનો માલિક ઓનલાઈન બિઝનેસમાં રુપિયા કમાવાની લાલચે છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આ અંગે વેપારી પંકજકુમાર ગાંધીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે એકાઉન્ટ ધારકો અને મિડીયેટરની અટકાયત કરી છે. આ કેસમાં સાયબર પોલીસે બે મહિલા અને બે પુરૂષની અટકાયત કરી છે.
આ પણ વાંચો: પાટણમાં 1.29 કરોડની છેતરપિંડી કરનારા ચાર શખ્સો ઝડપાયા
આ પણ વાંચો: કેનેડામાં વિઝાના બ્હાને 37 લાખ રૂપિયાની છેતરપિંડી
આ પણ વાંચો: સરકારી નોકરીની લાલચ આપીને સાથે 20 લાખથી વધુની છેતરપિંડી