GST કલેક્શનમાં જોઈએ તો નવેમ્બર 2022 માટે GST કલેક્શનના આંકડા સામે આવ્યા છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન રૂ. 1,45,867 કરોડ એટલે કે 1.46 લાખ કરોડ રહ્યું છે. જોકે આ ઓક્ટોબરના રૂ. 1,51,718 કરોડના આંકડા કરતા ઓછો છે. પરંતુ નવેમ્બર 2021માં GSTની વસૂલાતની સરખામણીએ આ વર્ષે નવેમ્બરમાં GST કલેક્શનમાં 11 ટકાનો વધારો થયો છે. આ સતત નવમો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂ. 1.40 લાખ કરોડથી વધુ થયું છે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા GST કલેક્શનના ડેટા અનુસાર નવેમ્બરમાં CGST કલેક્શન ₹25,681 કરોડ અને SGST કલેક્શન ₹32,651 કરોડ હતું. આ સમયગાળા દરમિયાન રૂ. 77,103 કરોડનું IGST કલેક્શન અને સેસ દ્વારા રૂ. 10,433 કરોડની વસૂલાત કરવામાં આવી છે. નવેમ્બર 2021ની સરખામણીએ નવેમ્બર 2022માં GST કલેક્શનમાં 11 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે આ જ મહિનામાં રૂ. 1,31,526 કરોડનું GST કલેક્શન જોવા મળ્યું હતું.
“સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે CGSTને રૂ. 33,997 કરોડ અને IGSTમાંથી રૂ. 28,538 કરોડ એસજીએસટીને સેટલ કર્યા છે. નવેમ્બર 2022માં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 59,678 કરોડ અને રૂ. 61,189 કરોડ છે. SGST. વધુમાં, કેન્દ્રએ નવેમ્બર 2022માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને GST વળતર તરીકે રૂ. 17,000 કરોડ પણ જાહેર કર્યા હતા.
આમ જીએસટી કલેકશનનો આંકડો વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં 1.45 લાખ કરોડની માસિક સરેરાશ નોંધાવે તેમ પ્રબળપણે માનવામાં આવે છે. તેમા પણ ડિસેમ્બરમાં યર એન્ડિંગની સાથે ક્રિસમસના તહેવારો હોવાથી અને લગ્નસરાની સીઝન શરૂ થતી હોવાથી ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી કલેકશનનો દર બહુ ઊંચો ન જાય તો પણ વર્તમાન સપાટી જળવાઈ રહે તેમ મનાય છે. જ્યારે માર્ચમાં ટેક્સ કલેકશનને લઈને આંકડા ઊંચા જઈ શકે તેમ છે.
તે યાદ રાખવું જરૂરી છે કે આ આંકડા રશિયા-યુક્રેન યુદ્ધ છતાં પણ છે. હવે જો આ યુદ્ધ પૂરુ થાય તો આ આંકડા ઊચકાઈ પણ શકે છે. આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી બે નાણાકીય વર્ષમાં જીએસટી કલેકશન માસિક ધોરણે બે લાખ કરોડને વટાવી જઈ શકે છે.
આ પણ વાંચોઃ
