લઠ્ઠાકાંડ/ બોટાદના રોજિદ ગામે ઝેરી દારૂ પીતા 10 લોકોનાં મોત,અનેક લોકોની હાલત ગંભીર

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 10 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની  ઘટના સામે આવી છે.

Top Stories Gujarat
  • બોટાદમાં રોજિદમાં કથિત લઠ્ઠા કાંડ મામલો
  • ઝેરી દારૂ પીવાના કારણે 10 લોકોના મોત
  • પોલીસે બે લોકોની કરી ધરપકડ
  • દારૂ બનાવનાર અને વેચનારની ધરપકડ

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એખવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 10 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની  ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વર્ષો બાદ લઠ્ઠાકાંડ સર્જાત પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે અને તેનાી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. બોટાદમાં આ ઝેરી દારુ પીતાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસે સત્વેરે દારૂ વેચનાર અને બનાવનારની ધરપકડ કરી છે.આ મામલે ગુજરાત સરકાર પણ સત્વરે  એકશન મૂડમાં આવી છે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે અપડેટ લઇ રહ્યા છે.