Surat News/ સુરતમાં મટકી ફોડની મંજૂરી સરળ બનાવવા ગોવિંદા સમિતિની પોલીસ કમિશનરને રજૂઆત

સુરતમાં જન્માષ્ટમી દરમિયાન મટકી ફોડ (Matki Phod ) માટે 145 ગોવિંદા મંડળોને સરળતાથી પોલીસ મંજૂરી મળે તે માટે સમિતિએ CPને કરી રજૂઆત.

Gujarat Surat Breaking News
Matki Phod

Surat News: શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સુરતમાં જન્માષ્ટમી, ગણેશોત્સવ અને અન્ય તહેવારોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જન્માષ્ટમી દરમિયાન મટકી ફોડ (Matki Phod)નું આયોજન કરતા ગોવિંદા મંડળોને પોલીસ પરમિશન મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

મટકી ફોડ (Matki Phod) માટે એક જ પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી માટે રજૂઆત 

આગામી 5 સપ્ટેમ્બરે જન્માષ્ટમી (Janmashtami)પર્વની ઉજવણી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં 145 ગોવિંદા મંડળો મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. હાલમાં અલગ-અલગ વિસ્તારમાં મટકી ફોડવા માટે મંડળોએ વિવિધ પોલીસ સ્ટેશનમાં જઈને જવાબ લખાવવો પડે છે. સમિતિએ માગ કરી છે કે મંડળ જે વિસ્તારમાંથી નીકળે છે, તે જ વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી આપવામાં આવે. જેથી ગોવિંદા મંડળોને અલગ-અલગ પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે અને પરમિશનની પ્રક્રિયા સરળ બને.

ગોવિંદા ઉત્સવ સમિતિએ CPને કરી રજૂઆત

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ પી. સાવંતના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મટકી ફોડની મંજૂરી (Police Permission)ની પ્રક્રિયા સરળ બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. સમિતિના પ્રમુખ ગણેશ પી. સાવંત ઉપરાંત દીપક કે. કદમ, અશોક દૂધાણે, સંજય દેવીલકર, દીપક શિંદે, સંદીપ પાર્ટે, સુરેશ મોર્યા, રાજુ વાળંદ, રૂપેશ કોડાલકર, અવી શેડગે અને નિશાંત મોદીએ પોલીસ કમિશનરની મુલાકાત લીધી હતી.

પોલીસ કમિશનરે કાર્યવાહી કરવાની ખાતરી આપી

સમિતિના હોદ્દેદારોએ પોલીસ કમિશનરને નવનિયુક્તિ બદલ અભિનંદન પાઠવી પુષ્પગુચ્છ આપ્યો હતો. ત્યારબાદ મટકી ફોડની મંજૂરી માટે ગોવિંદા મંડળો (Govinda Mandal)ને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે સમિતિની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું સમિતિ દ્વારા જણાવાયું છે.


આ પણ વાંચો: રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો રેસકોર્સ ગ્રાઉન્ડ પર યોજાશે

આ પણ વાંચો :ભચાઉમાં જન્માષ્ટમી ઉજવણી દરમિયાન અકસ્માત, મટકીફોડ કાર્યક્રમમાં વીજ થાંભલો પડતાં એક બાળકનું મોત

આ પણ વાંચો: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીએ બાળ-ગોપાળના ધરાવો માખણ-મિસરીનો પ્રસાદ, આ રીતે કરો તૈયાર