Not Set/ આંધ્રપ્રદેશના કૃષ્ણા નદીમાં બોટ પલટી જતા 16 લોકોના મોત

આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે કૃષ્ણા નદીમાં યાત્રીઓથી ભરેલી બોટ પલટી જતા 16 લોકોના મોત થઈ ગયા છે અને 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ક્ષમતા કરતા વધુ યાત્રીકોને બોટમાં બેસાડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. 38 લોકોને લઇ જઈ રહેલી બોટમાંથી હજુ પણ 7 જણા લાપતા છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોકની લાગણી વ્યક્ત […]

India

આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે કૃષ્ણા નદીમાં યાત્રીઓથી ભરેલી બોટ પલટી જતા 16 લોકોના મોત થઈ ગયા છે અને 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ક્ષમતા કરતા વધુ યાત્રીકોને બોટમાં બેસાડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. 38 લોકોને લઇ જઈ રહેલી બોટમાંથી હજુ પણ 7 જણા લાપતા છે.

આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોકની લાગણી વ્યક્ત કરીને મૃતકોના પરિવારને આશ્વાસન આપ્યું હતું. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કૃષ્ણા નદીના પવિત્ર સંગમ ઘાટ પર એક પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા બોટ મારફતે ભવાની આઈલેંડથી ભવાની સંગમ ઘાટે જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકો બોટમાં સવાર હતા. નદીમાં બોટ અનિયંત્રિત થઈ જતા પલટી ગઈ હતી. બોટ પલટી જતા ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનીય માછીમારો તરતજ બચાવકાર્યમાં લાગી ગયા અને 12 લોકોને બચાવી લીધા હતા બાદમાં બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.