Not Set/ 2030 સુધી 55 નવા એરપોર્ટની જરૂર પડશે.

નવી દિલ્હી, દેશમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ જેવા મોટા એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તો બીજીબાજુ અગરતલા, દહેરાદુન, ગુવાહાટી, જયપુર, લખનઉ, પૂણે, શ્રીનગર જેવા નાના એરપોર્ટ પણ પોતાની ક્ષમતા કરતા વધુ મુસાફરોને સંભાળી રહ્યા છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ભારતીય એરપોર્ટોની વર્તમાન ક્ષમતા છે તેને મુસાફરોની સંખ્યા ૨૦૨૨ સુધીમાં પાર […]

India
નવી દિલ્હી,
દેશમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ જેવા મોટા એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તો બીજીબાજુ અગરતલા, દહેરાદુન, ગુવાહાટી, જયપુર, લખનઉ, પૂણે, શ્રીનગર જેવા નાના એરપોર્ટ પણ પોતાની ક્ષમતા કરતા વધુ મુસાફરોને સંભાળી રહ્યા છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ભારતીય એરપોર્ટોની વર્તમાન ક્ષમતા છે તેને મુસાફરોની સંખ્યા ૨૦૨૨ સુધીમાં પાર કરી જશે.
ત્યારે જ નવા એરપોર્ટ પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં આવ્યો તો ચાલુ એરપોર્ટોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વર્તમાન કાર્યરત એરપોર્ટની ક્ષમતા વધારવી મુશ્કેલ છે, ત્યારે એકમાત્ર વિકલ્પ નજીકના શહેરોમાં અન્ય એરપોર્ટ શરુ કરવાનો છે. કારણકે, ફ્લાઈટોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વિવિધ એરલાઈન્સની ફ્લાઈટ પાર્ક કરવામાં પણ સમસ્યા આવી રહી છે.
એવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે કે ભારતીય એરલાઈન્સ કંપનીઓ આગામી પાંચ વર્ષમાં ૪૦૦ નવા વિમાનો ખરીદશે. તેમજ ૧૦ વર્ષની અંદર ૧ હજારથી વધુ નવા વિમાનોની ખરીદી થઈ શકે છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં વિમાનોના પાર્કિંગ માટે નવા એરપોર્ટોની જરુર પડશે ત્યારે એવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે કે ૨૦૩૦ સુધી દેશમાં ઓછામાં ઓછા ૫૫ નવા એરપોર્ટ બનાવવા પડશે.
આ માટે મેટ્રો શહેરોની નજીકના નાના શહેરો પર ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે. કારણકે, એરલાઈન્સના વિમાનો રાત્રિના સમયે ક્યાં પાર્ક કરવા તે સમસ્યા પણ ઉભી થવાની છે.
મહત્વનુ છે કે, ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૫૦થી ૬૦ કરોડ નવા હવાઈ મુસાફરો ઉમેરાય તેવી શક્યતા છે.