એક ભયાનક દુર્ઘટનામાં 17 મહિલા ડોક્ટર્સનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યારે ઘણી મહિલા ડોક્ટર્સ ઘાયલ થયા હોવાના સમાચાર છે. મળી રહેલી માહિતી અનુસાર, આ મહિલાઓ એક મિની બસમાં સવાર હતા, જેનો અકસ્માત એક ટ્રક સાથે થઇ ગયો હતો.

આ અકસ્માત કર્નાટકનાં હુબ્બલી-ધરવાડ બાય પાસ માર્ગ પર થયો છે. એક રિપોર્ટ્સ અનુસાર, મૃતક દાવણગેરેની જેજેએમ કોલેજમાં કામ કરતી હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ દરેક દાવણગેરેનાં સેન્ટ પોલ કોન્વેટમાં ભણતી હતી અને એક સાથે રજાની મજા માંણવા ગોવા પ્રવાસે જઇ રહી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર, મહિલા ડોક્ટર્સને લઇ જતી મિની બસ સવારે વિપરીત દિશામાંથી આવી રહેલી ટ્રક સાથે અથડાઇ ગઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જે સમયે આ બન્ને વાહનો અથડાયા ત્યારે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો.
Saddened by the loss of lives due to a road accident in Karnataka’s Dharwad district. In this sad hour, my thoughts are with the bereaved families. I pray for a quick recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 15, 2021
આ અંગે વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને મૃતકોનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યુ, કર્નાટકનાં ધારવાડ જિલ્લામાં રોડ અકસ્માતનાં કારણે જીવનાં નુકસાનથી દુઃખી. આ દુઃખનાં સમયે મારા વિચાર શોકમાં ડૂબેલા પરિવારોની સાથે છે. હુ પ્રાર્થના કરુ છે જે ઘાયલ છે તેઓ જલ્દી જ ઠીક થઇ જાય.
Order: અમદાવાદનાં કાર ચાલકો માટે આવ્યા મોટા સમાચાર…
Vaccination / રસીકરણની શરૂઆતને લઇને કોંગ્રેસમાં ઉભરી આવ્યા જુદા જુદા મંતવ્ય…
Vaccination / કોરોના રસીકરણ અભિયાનનાં પ્રથમ દિવસે જાણો કેટલા લોકોને અપાઇ રસી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
