Vaccination/ રસીકરણની શરૂઆતને લઇને કોંગ્રેસમાં ઉભરી આવ્યા જુદા જુદા મંતવ્ય

કોરોના સામે રસીકરણનો કાર્યક્રમ સમગ્ર દેશમાં શરૂ થઈ ગયો છે. પરંતુ કોંગ્રેસ હજી પણ રસીને લઇને વિભાજીત દેખાઇ રહ્યુ છે….

India

કોરોના સામે રસીકરણનો કાર્યક્રમ સમગ્ર દેશમાં શરૂ થઈ ગયો છે. પરંતુ કોંગ્રેસ હજી પણ રસીને લઇને વિભાજીત દેખાઇ રહ્યુ છે. શનિવારે રસીકરણની શરૂઆત પ્રસંગે પાર્ટીમાં જુદા જુદા મંતવ્યો ઉભરી આવ્યા હતા. જ્યારે પંજાબનાં મુખ્ય પ્રધાને રસીને સલામત ગણાવી હતી, ત્યારે મનીષ તિવારીએ પ્રશ્નોને પુનરાવર્તિત કર્યા હતા.

પંજાબમાં રસીકરણનું ઉદ્ઘાટન કરતાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે, કોરોના રસી સલામત છે અને તેનાથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ઇંગ્લેંડની રાણીને પણ કોરોના રસી મળી છે, જેની ઉંમર 93 વર્ષ છે. તેમના પતિ 99 વર્ષનાં છે અને તેમને પણ કોરોનાની રસી લગાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, રસી લેવામાં ડરવા જેવી કોઇ વાત નથી. બીજી તરફ લોકસભાનાં સાંસદ મનીષ તિવારીએ રસી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, રસીકરણ શરૂ થયું છે, તે થોડું મુશ્કેલ છે, ભારત પાસે નીતિનું માળખું નથી કે જે રસીનાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપે. તેમ છતાં, બે રસીને મંજૂરી આપવામા આવી.

તિવારીએ કહ્યું કે, કોરોનાની રસી ‘કોવેક્સીન’ ની વાર્તા જ કઇંક અલગ છે, પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના તેને મંજૂરી આપવામાં આવી. કોંગ્રેસ કોવેક્સીનની મંજૂરીનાં સમયથી પ્રશ્નો ઉભા કરી રહી છે. તે સમયે, પાર્ટીનાં નેતા જયરામ રમેશ અને શશી થરૂરે કહ્યું હતુ કે, કોવેક્સીન હજી ત્રીજી ટ્રાયલ પૂર્ણ કરી શક્યુ નથી. ઉતાવળમાં મંજૂરી આપવી જોખમી બની શકે છે. તેઓએ જણાવ્યું હતું કે, ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી રસીનો ઉપયોગ ટાળવો જોઈએ.

Vaccination / કોરોના રસીકરણ અભિયાનનાં પ્રથમ દિવસે જાણો કેટલા લોકોને અપાઇ ર…

Vaccination / કોરોનાકાળનાં સંસ્મરણોથી ભાવુક થયા વડા પ્રધાન મોદી…

Vaccine / 9 મહિનાની ભારે જેહમત બાદ તૈયાર થઇ કોરોનાની રસી, વાંચો કોવિશિ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો