Not Set/ ક્રિકેટ/ 17 વર્ષનાં મુંબઈનાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વીએ ફટકારી ડબલ સેન્ચ્યુરી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મુંબઈના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે બુધવારે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ફક્ત 17 વર્ષ અને 292 વર્ષની ઉંમરે, આ યુવકે એવું કંઇક કર્યું છે જે આ પહેલાં વિશ્વનાં કોઈ ખેલાડીએ કર્યું ન હતું. યશસ્વી 50 ઓવરનાં ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. આ 50 ઓવરનાં ફોર્મેટમાં લિસ્ટ એ અને વનડે આંતરરાષ્ટ્રીય […]

Uncategorized

મુંબઈના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે બુધવારે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ફક્ત 17 વર્ષ અને 292 વર્ષની ઉંમરે, આ યુવકે એવું કંઇક કર્યું છે જે આ પહેલાં વિશ્વનાં કોઈ ખેલાડીએ કર્યું ન હતું. યશસ્વી 50 ઓવરનાં ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. આ 50 ઓવરનાં ફોર્મેટમાં લિસ્ટ એ અને વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પણ સમાવેશ છે. યશસ્વીએ 3 વર્ષનાં વયનાં તફાવતથી આ રેકોર્ડ ત્યારે તોડ્યો જ્યારે તે વિજય હઝારે ટ્રોફીમાં ઝારખંડ સામે રમી રહ્યો હતો

યશસ્વીએ 154 બોલમાં 203 રન બનાવ્યા જેમાં તેણે 12 છક્કા અને 17 ચોક્કા ફટકાર્યા હતા. આ કિસ્સામાં, યશસ્વીએ દક્ષિણ આફ્રિકાનાં ઘરેલું ખેલાડી એલન બોરોને પાછળ છોડી દીધો છે, જેણે 20 વર્ષ અને 276 દિવસની ઉંમરમાં 202 રન ત્યારે બનાવ્યા હતા જ્યારે તે વર્ષ 2000માં નટાલ તરફથી રમી રહ્યો હતો. આ ડાબોડી બેટ્સમેનની ઇનિંગ્સને કારણે મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 358 રન બનાવ્યા હતા. આ મેચ બેંગલુરુમાં ઝારખંડ સામે રમાઇ હતી. તે વિજય હઝારે ટ્રોફીની એલીટ ગ્રુપ એ મેચ છે.

વર્તમાન સ્પર્ધામાં યશસ્વીની આ ત્રીજી સદી છે. તેણે આ ટૂર્નામેન્ટની સાથે લિસ્ટ એ મેચોમાં પ્રવેશ કર્યો છે. યશસ્વી વિજય હજારે ટ્રોફીનો અગ્રણી રન સ્કોરર ચાલી રહ્યો છે. તેણે તમિલનાડુનાં બાબા અપરાજીતને પાછળ છોડી દીધા છે. યશસ્વીની બેવડી સદી એવા સમયે આવી જ્યારે સંજુ સેમસન થોડા દિવસો પહેલા કોઈ પણ ભારતીય વતી લિસ્ટ એ ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. આ સાથે, યશસ્વી લિસ્ટ-એ ક્રિકેટમાં ડબલ સદી ફટકારનાર 7 મો ભારતીય બન્યો. તેના પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા (ત્રણ વખત) શિખર ધવન, કે.વી. કૌશલ અને સંજુ સેમસન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.