Operation Sindhu/ ‘ઓપરેશન સિંધુ’ હેઠળ 1713 ભારતીય નાગરિકોને ઈરાનથી પાછા લવાયા

ઈરાનના મશહદથી રવિવારે રાત્રે 11:30 વાગ્યે ખાસ ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ખુદ ભારતીય નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલય (MEA) એ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંધુ હેઠળ આ અત્યાર સુધીની આઠમી ફ્લાઇટ હતી.

Top Stories India Breaking News

New Delhi News: ઈરાન (Iran)માં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ (Opeation Sindhu) હેઠળ તેના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવાનું કામ ઝડપી બનાવ્યું છે. રવિવારે રાત્રે, બીજી એક ખાસ ફ્લાઇટ 285 ભારતીય નાગરિકો (Indian Citizens)ને ભારત લાવી, જેનાથી અત્યાર સુધીમાં સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીયોની કુલ સંખ્યા 1,713 થઈ ગઈ છે.

285 નાગરિકો દિલ્હી પહોંચ્યા

ઈરાનના મશહદથી રવિવારે રાત્રે 11:30 વાગ્યે ખાસ ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ખુદ ભારતીય નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલય (MEA) એ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંધુ હેઠળ આ અત્યાર સુધીની આઠમી ફ્લાઇટ હતી.

MEA પોસ્ટ કરી જણાવ્યું છે કે, “ભારતના બચાવ પ્રયાસો ચાલુ છે. 285 ભારતીય નાગરિકો મશહદથી એક ખાસ ફ્લાઇટમાં નવી દિલ્હી પહોંચ્યા, જેમનું સ્વાગત રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ કર્યું. અત્યાર સુધીમાં કુલ 1,713 ભારતીય નાગરિકોને ઈરાનથી પાછા લાવવામાં આવ્યા છે.”

ઈરાનથી પરત આવેલા લોકોએ ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. લખનૌના ફઝલ અબ્બાસે કહ્યું, “ખૂબ સારું લાગે છે. પીએમ મોદી અમારા બધા સાથે પરિવારની જેમ વર્તે છે. તેઓ અમને ઈરાનના ખૂણે ખૂણેથી બહાર કાઢ્યા અને ઘરે પાછા લાવ્યા.” અન્ય એક પ્રવાસી, એસ.એન. ઝૈદીએ કહ્યું, “હું આપણી સરકાર, દૂતાવાસ અને વિદેશ મંત્રાલયનો આભાર માનું છું.” માર્શલ નામના એક પ્રવાસીએ કહ્યું, “ભારત પાછા ફર્યા પછી હું જે લાગણીઓ અનુભવી રહ્યો છું તેનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી.” રઝા નામના અન્ય એક નાગરિકે કહ્યું, “ભારતીય દૂતાવાસ ખૂબ જ મહેનત કરી રહ્યું છે. અમને વિશ્વાસ હતો કે મોદી સરકાર અમને બચાવશે.”

એક દિવસમાં બે ફ્લાઇટમાં કુલ 596 નાગરિકો આવ્યા

રવિવારે અગાઉ, 311 ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી હતી. આ ફ્લાઇટ સાંજે 4:30 વાગ્યે મશહદથી આવી હતી. આમ, રવિવારે જ કુલ 596 ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ભારત મોટી મુશ્કેલીમાં,જાણો 36000000000000000નો આ આંકડો ભયજનક કેમ છે?

આ પણ વાંચો:અમેરિકાની કાર્યવાહી બાદ ઈરાને ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ એટેક

આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું! ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યો