કોન્ફરન્સ/ ગાંધીનગરમાં નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સનો બીજો દિવસ ,જાણો વિગત

તમામ રાજ્યોના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના વડાઓ પણ આ કોન્ફરન્સ ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સ બે ભાગમાં થવાની છે

Top Stories Gujarat
6 2 ગાંધીનગરમાં નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સનો બીજો દિવસ ,જાણો વિગત

 

ગાંધીનગરમાં  2 દિવસીય નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ શરુ થઇ ગઇ છે.જેમાં તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓને આમંત્રણ અપાયું હતું કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોન્ફરન્સની કરી હતી. કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના વડાઓ પણ આ કોન્ફરન્સ ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સ બે ભાગમાં થવાની છે. આજે પ્રથમ દિવસે તમામ શિક્ષણપ્રધાન વિવિધ શૈક્ષણિક કેન્દ્રોની મુલાકાત લેશે. આવતીકાલે કોન્ફરન્સમાં શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા થશે.આજે બીજો દિવસ છે

આ કોન્ફરન્સમાં આજે દેશભરમાંથી ઉપસ્થિત રહેનાર મહાનુભાવો રાષ્ટ્રીય શિક્ષણ નિતીના અમલીકરણના ભાગ રૂપે ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને ગવર્નન્સને ઉદાહરણ રૂપે રજૂ કરતા કોન્ફરન્સના હાર્દ સમા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી સંપૂર્ણપણે માહિતગાર થશે. જેમાં આ તમામ મહાનુભાવો વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગતિવિધીઓ અને કાર્યપ્રણાલિઓ રૂબરૂ નિહાળીઅને સમજશે. તમામ મહાનુભાવો આખા દિવસ દરમિયાન અલગ-અલગ ચાર જૂથમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે.

આજે 2 જૂનના રોજ ધર્મેન્દ્ર પ્રધાન સહિત તમામ આમંત્રિતો કોન્ફરન્સમાં શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આવતીકાલે શિક્ષણ પોલીસીને લઈ ચર્ચા કરવામાં આવશે. કોરોનામાં વિદ્યાર્થીઓના શિક્ષણનું જે નુકસાન થયું છે તેને કઈ રીતે ભરપાઇ કરવી તે અંગે ચર્ચા કરાશે. નવું શિક્ષણ મોર્ડલ તૈયાર કરવામાં આવશે. જેનાથી વર્તમાન નહિ પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થાય.