Not Set/ 2010 ઓલંપિકમાં કૌભાંડના આરોપી સુરેશ કલમાડી ઓલંપિક સંઘના આજીવન અધ્યક્ષ બન્યા

નવી દિલ્હીઃ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો જેના પર આરોપ છે એવા સુરેશ કલમાડીને ભારતીય ઑલંપિક સંઘ (આઈઓએ)ની વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં લાઈફ ટાઈમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એક અન્ય કૌભાંડી અધિકારી અભય સિંહ ચૌટાલાને પણ આઈઓએના લાઈફ ટાઈમ માટે પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. આઈઓએની સત્તાવાર વેબસાઈટના મતે કલમાડી અને ચૌટાલાથી પહેલા માત્ર […]

Uncategorized

નવી દિલ્હીઃ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો જેના પર આરોપ છે એવા સુરેશ કલમાડીને ભારતીય ઑલંપિક સંઘ (આઈઓએ)ની વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં લાઈફ ટાઈમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એક અન્ય કૌભાંડી અધિકારી અભય સિંહ ચૌટાલાને પણ આઈઓએના લાઈફ ટાઈમ માટે પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે.

આઈઓએની સત્તાવાર વેબસાઈટના મતે કલમાડી અને ચૌટાલાથી પહેલા માત્ર વિજય કુમાર મલ્હોત્રાને જ આઈઓએના આજીવન અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે 2011 અને 2012માં આઈઓએના કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

કલમાડી 1996થી 2011 સુધી આઈઓએના અધ્યક્ષ રહ્યા અને તેમને 2010માં દિલ્લી કોમનવેલ્થ ગેમના કૌભાંડોમાં સંડોવણીના લીધે તેમને 10 મહિનાની જેલની સજા થઈ હતી. બાદમાં તેઓ જામીન ઉપર છૂટ્યા હતા.

પૂર્ણમાં જન્મેલા 72 વર્ષીય કલમાડી કોંગ્રેસના પૂર્વ સાંસદ પણ છે. તે 2000થી 2013 સુધી એશિયાઈ એથલેટિક્સ સંઘના પણ અધ્યક્ષ બન્યા હતા. તેમને ગત વર્ષે જ એશિયાઈ એથલેટિક્સ સંઘના લાઈફ ટાઈમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે અંતરરાષ્ટ્રીય એથલેટિક્સ મહાસંધ (આઈએએએફ) ના પણ 2001થી 2013 સુધી સભ્ય રહ્યા હતા.