Not Set/ 2011 વર્લ્ડ કપનો તે અંતિમ શોટ જોઇને ખુશી-ખુશી હુ દુનિયાને કહેવા માંગીશ અલવિદા : ગાવાસ્કર

  ક્રિકેટની રમતથી દેશને ઘણા એવા ખેલાડીઓ મળી ચૂક્યા છે જેમણે વિશ્વ મંચ પર પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે પણ કોઈ દિગ્ગજ અન્ય લેજેન્ડ વિશે વાત કરે છે, તો તે ક્રિકેટ ચાહકો માટે એક ખાસ ક્ષણ હોય છે. આવી જ એક ક્ષણ ત્યારે આવી જ્યારે ભારતનાં ભૂતપૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કર તાજેતરમાં નિવૃત્ત એમએસ ધોનીનાં ભારતીય […]

Uncategorized
48066486b2bc8fbbca37e2df0dc1be33 2011 વર્લ્ડ કપનો તે અંતિમ શોટ જોઇને ખુશી-ખુશી હુ દુનિયાને કહેવા માંગીશ અલવિદા : ગાવાસ્કર
 

ક્રિકેટની રમતથી દેશને ઘણા એવા ખેલાડીઓ મળી ચૂક્યા છે જેમણે વિશ્વ મંચ પર પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે પણ કોઈ દિગ્ગજ અન્ય લેજેન્ડ વિશે વાત કરે છે, તો તે ક્રિકેટ ચાહકો માટે એક ખાસ ક્ષણ હોય છે. આવી જ એક ક્ષણ ત્યારે આવી જ્યારે ભારતનાં ભૂતપૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કર તાજેતરમાં નિવૃત્ત એમએસ ધોનીનાં ભારતીય ક્રિકેટ પર પ્રભાવનું વર્ણન કરતા હતા.

1983 ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમમાં ભાગ લેનાર ગાવસ્કરે ભારતીય ક્રિકેટની ગતિશીલતા હંમેશા માટે બદલી નાખી. તેણે ધોનીની નિવૃત્તિ બાદ ભાવનાત્મક ટિપ્પણી કરી હતી. આઈપીએલની 2011 નાં ટૂર્નામેન્ટમાં ધોની સાથેની મુલાકાતને યાદ કરતા ગાવસ્કરે કહ્યું કે તેમણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનને કહ્યું હતું કે, આ વિશ્વને અલવિદા કહેતી વખતે તેમની ઈચ્છા ધોનીનાં સિક્સર જોવાની છે જે દ્વારા ભારત 2011 નાં વનડે વર્લ્ડ કપ જીતી શક્યો હતુ.

ગાવસ્કરે વધુમાં કહ્યુ કે, “થોડા દિવસ બાદ આઈપીએલ શરૂ થઈ, ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) તેમની પ્રથમ મેચ રમી રહી હતી અને હું મેદાન પર હતો. હું એમએસડીને મળ્યો અને કહ્યું, આ દુનિયામાં જો મારી પાસે થોડી મિનિટો બાકી રહે છે, તો હું કોઈને તે અંતિમ સિક્સ શોટનો વીડિયો ફરીથી ઓન કરવા માટે કહીશ કારણ કે મને તે શોટને જોઇને દુનિયાને અલવિદા કહેવાનું ગમશે. કારણ કે આ એક સરસ રસ્તો હશે, હું મારા ચહેરા પર સ્મિત સાથે જઇ શકું. આ જ વાત છે જે મે એમ.એસ.ડી.ને કહી હતી અને તે ચોક્કસપણે તેના વિશે ખૂબ નિશ્ચિત હતો. તેમણે (ધોની) હસતા હસતા કંઈ કહ્યું નહીં.

ભારતનાં ભૂતપૂર્વ ઓપનરે 2011 નાં વર્લ્ડ કપ ફાઇનલમાં ધોનીનાં સિક્સર માટે નુવાન કુલસેકરાનો ઉલ્લેખ કર્યો હતો, જેણે ભારતનાં 28 વર્ષનાં ટાઇટલની રાહ પૂરી કરી હતી. રનનો પીછો કરતા ધોનીને અણનમ 91 રન બનાવ્યા હતા જે માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતનાં 74 માં સ્વાતંત્ર્ય દિન પર, ધોનીએ 16 વર્ષ સુધીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ધોની વિશ્વ ક્રિકેટનાં સૌથી સફળ કેપ્ટન તરીકેની સાથે સાથે રમતનાં સૌથી મહાન ફિનીશર્સ તરીકે પણ નિવૃત્ત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.