વડોદરા
વડોદરામાં પણ ભારે વરસાદ પડ્યો. જેના કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં. રાજમહેલ રોડ, માંડવી, રાવપુરા, જ્યુબિલીબાગ વિસ્તારો પાણી પાણી થઈ ગયા.

સાથે જ સુભાનપુરા, ઇલોરાપાર્ક, ગોત્રી, ગેંડા સર્કલ, ચકલી સર્કલ પાસે પણ પાણી ભરાઈ ગયા. વધુ પાણી ભરાવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો.

વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં વડોદરાના અકોટા ગામમાં પાણી ભરાઈ જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું. નિચાણ વિસ્તારમાં વસેલા ગામમાં છેલ્લા 6 વર્ષથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે.
