મિદનાપુર,
પૂર્વોત્તરના રાજ્ય પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિદનાપુરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક ખેડૂત રેલીને સંબોધી હતી. આ રેલીને સંબોધતા તેઓએ પોતાની સરકારની ઉપલબ્ધિઓને ગણાવી હતી અને સાથે સાથે રાજ્યની મમતા બેનર્જી સરકાર અને વિપક્ષ પર હુમલો બોલ્યો હતો.
#WATCH Moments after a portion of tent in PM Narendra Modi’s rally in Midnapore collapsed during his speech today. PM later met the injured in hospital. #WestBengal pic.twitter.com/NjvFY7d6Ay
— ANI (@ANI) July 16, 2018
પીએમ મોદી જયારે આ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે બનાવવામાં આવેલા મંડપનો એક ભાગ ધરાશાયી થયો છે અને આ કારણે અંદાજે ૨૪ લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
#WATCH One of the injured, in hospital requests PM Modi for an autograph, PM obliges. Several were injured after a portion of a tent collapsed during PM's rally in Midnapore earlier today. #WestBengal pic.twitter.com/3IlgwAgZrn
— ANI (@ANI) July 16, 2018
જો કે આ ઘટના ઘટ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ જે કરી બતાવ્યું, તે જોઇને તમામ ચકિત થઈ ગયા હતા.
Several injured after a portion of tent in PM Narendra Modi’s rally in Midnapore collapsed during his speech today. PM later met the injured in hospital. #WestBengal pic.twitter.com/joSiEBKFoy
— ANI (@ANI) July 16, 2018
હકીકતમાં ખેડૂત રેલી દરમિયાન મંડપ ધરાશાયી થવાના કારણે ઘાયલ થયેલા લોકોને જે પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે તેઓને જોવા માટે પીએમ મોદી હોસ્પિટલ પહોચ્યા હતા અને હાલચાલ પૂછ્યા હતા.
We pray for the speedy recovery of all those injured at the Midnapore rally(a portion of tent had collapsed during PM's rally) today. The government is giving all help for medical treatment: West Bengal CM Mamata Banerjee (file pic) pic.twitter.com/k6h6s22JzZ
— ANI (@ANI) July 16, 2018
બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. તેઓએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “અમે મિદનાપુરરેલીમાં ઘાયલ થયેલા તમામ લોકોની વહેલા સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા તેઓને દરેક પ્રકારની મેડિકલ સુવિધા આપશે”.
મહત્વનું છે કે, મદિનાપુર ખાતે આયોજિત જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ વિપક્ષ અને વર્તમાન સરકાર પર હુમલો બોલ્યો છે.
https://api.mantavyanews.in/national-it-is-difficult-to-do-anything-in-west-bengal-without-syndicate-choice-pm-modi/
