૨૭ જુલાઈ એ ૨૧મી સદીનો સૌથી લાંબો પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. અષાઢ માસની પૂર્ણિમા એ ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. જે ૧૦૩ મિનીટ
સુધી રહેશે. જાણો શું થશે અસર તમારા જીવનમાં?
આ ચંદ્રગ્રહણની અસર મુખ્યત્વે ભારત, દક્ષીણ આમેરિકા , આફ્રિકા, પશ્ચિમ એશિયા, ઓસ્ટ્રેલીયા અને યુરોપમાં દેખાશે.
આ બાબતમાં જ્યોતિષોનું કહેવું છે કે મકર રાશિના ગોચરમાં કેતુ સાથે ચંદ્રમા નો પ્રભાવ અને રાહુ સાથે એનો સમસપ્તક દ્રષ્ટિ સંબંધ
રહેશે. જેને સારો માનવામાં આવતો નથી. જેને કરને ઘણી પ્રાકૃતિક વિપતિઓનો સામનો કરવો પડશે.
આ કરને થશે આટલો લાંબો ચંદ્રગ્રહણ
પૃથ્વીની છાયાના મધ્યમાંથી ચંદ્ર સીધો પસાર થશે જેને કારણે આ સમય આટલો લાંબો છે. આ દરમ્યાન સૂરથી વધારે અંતર પર
હોવાના કારણે પૃથ્વી ની છાયાનો આકાર મોટો હશે. આવું ૧૫ જુન, ૨૦૧૧ પછી પહેલી વાર કેન્દ્રીય ચંદ્ર ગ્રહણ થશે. પહેલું
ચંદ્રગ્રહણ જાન્યુઆરીમાં થયું હતું. ત્યાર બાદનું આ બીજું ચંદ્રગ્રહણ છે.
આ રાશીઓ માટે છે શુભ
આ ચંદ્રગ્રહણ ઉત્તરા અષાઢ અને શ્રવણ નક્ષત્ર અને મકર રાશિમાં થશે.જેને કરને જેમનો જન્મ નક્ષત્ર ઉત્તરા આષાઢ તથા શ્રવણ
નક્ષત્ર અને જન્મ રાશી અને લગ્ન મકર છે, એમના માટે ખુબ જ અશુભ છે. એટલા માટે સંભાળીને રહેવું. બાકીની રાશીઓ માટે
આ ચંદ્રગ્રહણ મળતું સરખું રહેશે.
ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?
ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્ર પૃથ્વીના પડછાયા માંથી પસાર થાય છે. પૃથ્વી પડછાયો ચંદ્રના ભાગને કવર કરે છે, ને ચંદ્રગ્રહણ
થાય છે. જયારે ચંદ્રનો આખો હિસ્સો એ પડછાયામાં અંદર ઢંકાય જાય છે ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે અને અધૂરું કવર થાય ત્યારે
અર્ધ ચંદ્રગ્રહણ કહેવાય છે. પડછાયા માં ઢંકાય જવાને લીધે ચંદ્ર એટલો સમય અંધકારમય લાગે છે.
