મુંબઇ,
પીએમ નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનું પ્રથમ પોસ્ટર થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું.જેમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીના ગેટઅપમાં હતો. હવે ફિલ્મનું બીજું પોસ્ટર રીલીઝ થશે અને આ પોસ્ટર બીજેપી અધ્યક્ષ અમિત શાહ લોન્ચ કરશે.
આજકાલ બોલિવૂડમાં બાયોપિકનો ટ્રેન્ડ છે ત્યારે તેમાં બોલિવૂડ કલાકારો, ખેલાડીઓથી માંડીને નેતાઓનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા જ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર આવી હતી.

પીએ મોદી પર બનનારી ફિલ્મનું બીજું પોસ્ટર 18 માર્ચે રીલીઝ કરવામાં આવશે. આ પોસ્ટર લોન્ચ દિલ્લીમાં થશે.
