Not Set/ પુલવામા એટેક બાદ અક્ષયે  કેસરીમાંથી હટાવ્યું પાકિસ્તાની ગાયકનું ગીત

મુંબઇ, પુલવામાં એટેક બાદ બોલિવૂડ સિતારાઓ પોતાની ફિલ્મમાંથી પાકિસ્તાની આર્ટિસ્ટને લેવાના મતમાં નથી અને આ બાબતે તેઓ ઘણા સતર્ક પણ થઈ ગયા છે. ઘણા ડિરેક્ટર-એક્ટરે પોતાની ફિલ્મ માટે પાકિસ્તાની ગાયક પાસે ગવડાવેલા ગીતો રદ કર્યા છે અને તૈયાર ગીતો ફિલ્મમાંથી હટાવી રહ્યા છે. આ યાદીમાં સલમાન ખાન બાદ હવે અક્ષય કુમારનું નામ પણ ઉમેરાયું છે. કરણ જોહર […]

Uncategorized

મુંબઇ,

પુલવામાં એટેક બાદ બોલિવૂડ સિતારાઓ પોતાની ફિલ્મમાંથી પાકિસ્તાની આર્ટિસ્ટને લેવાના મતમાં નથી અને આ બાબતે તેઓ ઘણા સતર્ક પણ થઈ ગયા છે. ઘણા ડિરેક્ટર-એક્ટરે પોતાની ફિલ્મ માટે પાકિસ્તાની ગાયક પાસે ગવડાવેલા ગીતો રદ કર્યા છે અને તૈયાર ગીતો ફિલ્મમાંથી હટાવી રહ્યા છે.

આ યાદીમાં સલમાન ખાન બાદ હવે અક્ષય કુમારનું નામ પણ ઉમેરાયું છે. કરણ જોહર તથા અક્ષય કુમારે કેસરી ફિલ્મમાંથી પાકિસ્તાની ગાયકે ગાયેલું ગીત હટાવી દીધું છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી અને કેસરી ફિલમની ટીમ પણ આ મુદ્દે મૌન છે.

કેસરી ફિલ્મની વાર્તા 1897ના વર્ષમાં સારાગઢી પર થયેલી લડાઈ પર આધારિત છે. આ લડાઈ બ્રિટિશ ઇન્ડિયન આર્મી તથા અફઘઆન-પશ્તુન મિલિટ્રી વચ્ચે થ ઈહતી.જેમાં  21 સીખ સૈનિકોએ 10,000 અફઘાનીઓનો સામનો કર્યો હતા.કેસરી ફિલ્મ 21 માર્ચે રીલીઝ થઈ રહી છે.