Not Set/ ટ્વિટર પર લોકોએ કરી સ્વરા ભાસ્કરની અટકાયત કરવાની માગ, એક્ટ્રેસે આપ્યો આવો જવાબ…

એનસીઆર અને સીએએ બાદ હવે ફરીએકવાર સ્વરા ભાસ્કર કોઈ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા બદલ આલોચનાનો શિકાર બની છે. હકીહતમાં અભિનેત્રીએ રોડ બ્લોક કરવા બદલ અટકાયતમાં લેવામાં આવેલી સફુરા જરગરને મુક્ત નહીં કરવા અંગે તેના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારથી, લોકોએ ટ્વિટર પર #ArrestSwaraBhasker  ટ્રેંડ થવા લાગ્યું છે. પ્રથમ ક્રમે ટ્રેંડ થયા બાદ સ્વરાએ […]

Uncategorized

એનસીઆર અને સીએએ બાદ હવે ફરીએકવાર સ્વરા ભાસ્કર કોઈ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા બદલ આલોચનાનો શિકાર બની છે. હકીહતમાં અભિનેત્રીએ રોડ બ્લોક કરવા બદલ અટકાયતમાં લેવામાં આવેલી સફુરા જરગરને મુક્ત નહીં કરવા અંગે તેના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારથી, લોકોએ ટ્વિટર પર #ArrestSwaraBhasker  ટ્રેંડ થવા લાગ્યું છે. પ્રથમ ક્રમે ટ્રેંડ થયા બાદ સ્વરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકો સ્વરાના સમર્થનમાં પણ સામે આવ્યા છે.

સ્વરાએ ટ્વિટર પર લખ્યું, ‘રોડ બ્લોક કરવા બદલ એક સગર્ભા સ્ત્રી જેલમાં છે. આપણે શું બની ગયા છીએ’. આ પછી તેમણે મધ્યપ્રદેશના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર નિશાન સાધતા લખ્યું, ‘આતંકના ગુનેગારને જામીન મળી ગયો છે. નવા ભારતના આતંકના ગુના કરતા માર્ગ અવરોધ ખૂબ મોટો છે ‘. સ્વરાની ટ્વિટ સામે આવતા જ લોકોએ તેની ધરપકડ કરવાની માંગ શરૂ કરી દીધી હતી. ઘણા લોકોએ તેમનો જુનો વીડિયો શેર કરતા દિલ્હીમાં થયેલા તોફાનોનો પણ આરોપ લગાવ્યો છે.

અભિનેત્રીએ આપ્યો જવાબ

#ArrestSwaraBhaske ના ટ્રેંડ થવા પર સ્વરાએ જવાબમાં લખ્યું, આ કારણ છે કે ભારતની હસ્તીઓ ફક્ત હાથીઓ માટે જ પોતાનો અવાજ ઉઠાવે છે. ઘણા સેલેબ્સ પણ સ્વરાના સમર્થનમાં દેખાયા છે. નોંધપાત્ર વાત એ છે કે, જામિયા મીલીયાના સંશોધન વિદ્વાન સફુરા જરગરને 10 એપ્રિલના રોજ માર્ગ અવરોધિત કરવા બદલ અટકાયતમાં લેવામાં અવી હતી સફુરા 21-અઠવાડિયાની ગર્ભવતી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.