Not Set/ કેવી રહેશે આપની 24/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 24 જૂન 2020, બુધવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  ધન સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ નિર્માણ પામ્યા છે. સ્ત્રી […]

Uncategorized

 દૈનિક રાશિભવિષ્ય (તા. 24 જૂન 2020, બુધવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) –  ધન સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ નિર્માણ પામ્યા છે. સ્ત્રી જાતકો તરફથી આપને લાભ મળતો જણાય છે. રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને આજે સક્રીય દિવસ વીતી શકે છે. આજના દિવસમાં એક કરતા વધુ ઘટના થતી જોવા મળે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – આરોગ્યના અનુસંધાનમાં થોડા વધુ સાવધ થવું પડશે. કોઈપણ સ્ત્રી જાતક સાથે તમારે વધુ પડતી જીભાજોડીમાં ન ઉતરવું. ઘરમાં થોડો વાદવિવાદ થાય પણ એકંદરે શાંતીથી દિવસ પસાર થશે. બપોર પછી શક્ય છે કે જીવનસાથી થોડો મતભેદ થાય પણ ઘી ઢળ્યું તો ખીચડીમાં એમ સમજવાનું રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – પોતાના વિકાસની ચિંતા થાય. મનમાં એવા વિચારો ચાલ્યા કરે કે હવે મારો વિકાસ થોડો વધુ ઝડપથી થવો જોઈએ. નોકરી ધંધાના વિચારો આવે અથવા જેમને શત્રુપીડા ચાલતી હોય તેમને શત્રુના વિચારો આવવા લાગે. જો આરોગ્યના સંબંધમાં અગાઉથી પ્રશ્નો ચાલ્યા આવતા હોય તો આજે થોડું વધુ સાચવવું પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  કુંવારા વ્યક્તિઓ માટે લગ્ન સંબંધની વાતો પૂરજોશમાં ચાલશે તેવું જણાય છે. ધન વ્યય દેખાય છે સાથે સાથે પરિવારના આરોગ્યની ચિંતા પણ તમને મનમાં સતાવે તેવું દર્શાવે છે. આજે શેરબજારમાં થોડું રોકાણ કરવાના વિચાર પણ આવ્યા કરશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) – તમારું લાભસ્થાન થોડું વધું મજબૂત થઈ રહ્યું છે. જો તમે પરણિત હશો તો સાસુ સાથેના સંબંધો આજે થોડા વધુ સુધરતા જણાશે. નોકરીના અનુસંધાનમાં આજે વધુ કાર્ય કરવાનું થશે. નવી તક અથવા નવી નોકરીની તક તમને મળી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) – સરકારી કાર્યો સાથે આજે તમારે વધુ જોડાવાનું થશે. વેપારના કાર્યોમાં થોડી પ્રગતિ થતી જણાશે. પિતા સાથે તમારા સંબંધો થોડા વધુ સુધરશે તેવું જણાય છે. ધન સંબંધી વાતોમાં પ્રગતિ થાય અને કુટુંબ સાથે તમારો પ્રવાસ થાય તેવું પણ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – જો તમારા કોઈ વારસાઈ પ્રશ્નો હશે તે ધીમે ધીમે હલ થતા જણાશે. ધન સંબંધી વાતોમાં આજે પ્રગતિ થશે. જો તમારો દિકરો પરણિત હશે તો દિકરાની વહુ સાથે આજે સંયમીત વ્યવહાર કરજો નાની-મોટી જીભાજોડી થવાની શક્યતા વર્તાય છે. આજે કોઈ તક પામતા ચૂકી જવાય તેવો ઘાટ થાય તો નવાઈ નહીં.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – થોડા લાંબાગાળાના પ્રવાસની શક્યતા આપની રાશિમાં રચાય છે. આપનું કાર્ય વધુ ગહન હોય, ચીવટવાળું હોય તેવું પણ દર્શાવે છે. જે ઉદ્દેશ્ય સાથે આજે આપ કાર્ય કરશો તે ઉદ્દેશ્ય આજે પાર પડતો જણાય છે. પણ, સવારનો થોડો સમય સાચવવાનું રહેશે, મન થોડું વ્યગ્ર રહેશે પણ સંયમ રાખવો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) – માતાથી આજે ધનલાભ મળતો જણાય છે. આજે તમારી પૂજા-પ્રાર્થના ફળતા જણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલ્યો આવતો સંઘર્ષ આજે વિરામ પામતો જણાય છે. વહીવટી ક્ષેત્રે અથવા એકાઉન્ટક્ષેત્રે કોઈ મુશ્કેલી હશે તો તે આજે દૂર થતી જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  વડીલો દ્વારા આજે તમને ધન પ્રાપ્તિના અવસરો પ્રાપ્ત થઈ શકે છે. વેપાર-ધંધામાં તેમજ સંતાન સંબંધી વાતોમાં આજે તમને વિશેષ તેજી જોવા મળશે. જમીન-મકાન સંબંધી આજે તમને લાભ થઈ શકે છે. ધન-પ્રાપ્તિના અવસરો આજે વિશેષ પ્રાપ્ત થતા જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) – વેપારી મિત્રોને આજે મિશ્રપ્રતિભાવ રહેશે. નાના-ભાઈ બહેનો સાથે આજે નાનો-મોટો વિવાદ થઈ શકે છે માટે તમારે સાવધાન રહેવું પડશે. રોજિંદી આવકમાં વૃદ્ધિ થવાની પૂર્ણ શક્યતા છે. ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે વિશેષ લાભ મળતો જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – ભાગ્યનો સાથ આજે તમને પૂર્ણ રીતે મળતો જણાય છે. તમારા કાર્યો સિદ્ધ થશે. નોકરી, સંતાન અને પત્ની સાથે જો કોઈ વિવાદ ચાલતો હશે તો તે શાંત થશે અને પ્રગતિનો માર્ગ મોકળો થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  આજે કોઈ નિરાધાર વડીલને આર્થિક રીતે મદદ કરી શકાય તો લાભદાયી રહેશે.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.