મુંબઈ
32 વર્ષીય સ્ક્રિનપ્લે રાઈટર રવિ શંકર આલોકે પોતાના મકાનની બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સ્ક્રિનપ્લે રાઈટર રવિ અંધેરીના સેવન બંગ્લોઝમાં રહેતો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આશરે 2 વાગ્યે તેણે પોતાની બિલ્ડિંગના ધાબા પરથી કુદીને આપઘાત કર્યો છે.
ઘટનાની માહિતી મળતા જ તેના પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસને આ અંગે જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ પોલીસને ઘટના સ્થળેથી કે ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી, જેથી રાઈટરના આપઘાતનુ રહસ્ય અકબંધ છે.
આપને જણાવી દઈએ કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે રવિ તણાવનો શિકાર હતો જેની સારવાર પણ તે લઈ રહ્યો હતો. જાકે, હજી સુધી પોલીસે આ મામલે કોઈ કારણ રજુ કર્યુ નથી. જેની તપાસ ચાલી રહી છે.
