Not Set/ 24 કલાકમાં ત્રીજીવાર ભૂકંપના આંચકાથી ધ્રુજ્યું નાસિક, લોકોમાં વધી દહેશત

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે અડધો કલાકની વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાં બે વખત ભૂકંપ આવ્યો હતો, જ્યારે વહેલી સવારે નાશિકની ધરતી ધરતીકંપથી હચમચી ઉઠી હતી. વારંવાર ભુકંપના આંચકાથી લોકો ગભરાય છે. તેમના માં દહેશત છે. લોકો ડરથી ઘરોમાં છે. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર બુધવારે વહેલી સવારે 4.17 વાગ્યે નાશિકમાં આંચકા અનુભવાયા […]

Uncategorized
4259abb3a8c0ba153c59a210aeb69ef7 1 24 કલાકમાં ત્રીજીવાર ભૂકંપના આંચકાથી ધ્રુજ્યું નાસિક, લોકોમાં વધી દહેશત

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે અડધો કલાકની વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાં બે વખત ભૂકંપ આવ્યો હતો, જ્યારે વહેલી સવારે નાશિકની ધરતી ધરતીકંપથી હચમચી ઉઠી હતી. વારંવાર ભુકંપના આંચકાથી લોકો ગભરાય છે. તેમના માં દહેશત છે. લોકો ડરથી ઘરોમાં છે.

સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર બુધવારે વહેલી સવારે 4.17 વાગ્યે નાશિકમાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 3.2 માપવામાં આવ્યું. મંગળવારે સવારે ભૂકંપના આંચકા બે વખત અનુભવાયા હતા. પ્રથમ કંપન સવારે 9.50 વાગ્યે અને બીજું કંપન સવારે 10.15 વાગ્યે અનુભવાયું હતું.

મંગળવારે આવેલા ભૂકંપના આંચકા વિશે વાત કરીએ તો રિક્ટર સ્કેલ પર પ્રથમ ધરતીકંપની તીવ્રતા 8.8 હતી, જ્યારે બીજા કંપનની તીવ્રતા 2.5 માપવામાં આવી છે. ભૂકંપના આંચકાથી લોકો સતત ડરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે ત્રણ દિવસ પહેલા રાત્રે નાસિકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે આ ધ્રુજારીથી કોઈ નુકસાન થયાના સમાચાર નથી મળ્યા, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે. લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.