Not Set/ એન્ટાર્ટિકામાં રિસર્ચ સેન્ટરમાં 24 કર્મચારીઓ કોરોના સંક્રમિત

કોરોના રોગચાળાની ત્રીજી લહેરની શરૂઆત પછી પ્રથમ વખત વાયરસ એન્ટાર્ટિંકામાં આર્જેન્ટિનાના સંશોધન કેન્દ્રમાં પહોંચ્યો છે.

Top Stories World

 કોરોના રોગચાળાની ત્રીજી લહેરની શરૂઆત પછી પ્રથમ વખત વાયરસ એન્ટાર્ટિંકામાં આર્જેન્ટિનાના સંશોધન કેન્દ્રમાં પહોંચ્યો છે.આર્જેન્ટિનાના એક સંશોધન કેન્દ્રમાં ગુરુવારે 9 સ્ટાફ પોઝિટિવ જોવા મળ્યો હતો. આ ચેપગ્રસ્ત સ્ટાફને રસી આપવામાં આવી નથી,એન્ટાર્ટિકા નેશનલ ડિરેક્ટોરેટના પેટ્રિશિયા ઓર્ટુઝારે એએફપીને જણાવ્યું હતું કે આર્જેન્ટિનાના લા એસ્પેરાન્ઝા બેઝ પર રહેતા 43 વૈજ્ઞાનિકો અને સૈન્ય કર્મચારીઓમાંથી 24 લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી નવને કોઈ લક્ષણો વિના, સાવચેતી તરીકે બ્યુનોસ એરેસમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ 2021 માં આર્જેન્ટિનાના રસીકરણ અભિયાનની શરૂઆત પહેલા એન્ટાર્કટિકામાં હતા અને રાજધાનીની મુલાકાત લેવાના હતા. જોકે, કોરોનાના વધતા જતા કેસોને જોતા તેણે નિર્ણય લીધો હતો કે તે રસીકરણ પછી જ રાજધાની જશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા આ બર્ફીલા ખંડમાં વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં સંક્રમિત લોકોનો મામલો સામે આવ્યો હતો. તે સમયે, એન્ટાર્ટિકામાં ચિલીના એક સંશોધન કેન્દ્રમાં 36 લોકો નોવેલ કોરોનાવાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. એન્ટાર્કટિકામાં વાયરસનો હ આ પ્રથમ કેસ હતો. રાહતની વાત એ છે કે નેશનલ ડિરેક્ટોરેટના પેટ્રિશિયા ઓર્ટુઝારે કહ્યું છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે બાકીની ટીમની સાથે અન્ય 15 કોરોના પોઝિટિવ સ્ટાફને બેઝ પર રાખવામાં આવ્યા છે. તે તમામ સ્ટાફને રસી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત સહિત ઘણા દેશો દ્વારા સ્થાપિત લગભગ 60 કાયમી સ્ટેશનો સિવાય એન્ટાર્ટિકા નિર્જન છે. એન્ટાર્કટિકા એ પૃથ્વી પરનો સૌથી દક્ષિણ ખંડ છે. તેમાં ભૌગોલિક રીતે દક્ષિણ ધ્રુવનો સમાવેશ થાય છે અને તે દક્ષિણ ગોળાર્ધના એન્ટાર્કટિક ક્ષેત્રમાં સ્થિત છે. 1.4 મિલિયન ચોરસ કિલોમીટર (5,4 મિલિયન ચોરસ માઇલ) માં ફેલાયેલો, તે વિશ્વનો પાંચમો સૌથી મોટો ખંડ છે.