દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર
થાનમાં ટ્રેઈન હેઠળ ઝંપલાવી માતા પુત્રની આત્મહત્યા
મહિલા તથા તેના દોઢ વર્ષના પુત્રનું કમકમાટી ભર્યું મોત
મહિલા મીનાબેન પુત્ર પાર્થ સાથે લઇ ટ્રેઇન હેઠળ પડતું મૂક્યું
થાન પંથકમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે થાનગઢ માં રાજકોટ થી સુરેન્દ્રનગર જઇ રહેલી પાર્સલ ટ્રેઈન હેઠળ મહિલાએ તેના માસૂમ પુત્ર સાથે પડતું મૂકતા રાણીપાટ ગામની ૨૫ વર્ષીય મહિલા તથા તેના દોઢ વર્ષના પુત્રનું કમકમાટી ભર્યું મોત નિપજ્યા નો બનાવ બનવા પામ્યો છે.
દેશના લોકોમાં સહન શક્તિનો અભાવ વર્તાઈ રહ્યો છે. નાની નાની વાતમાં લોકોને લાગી આવતા અઘટિત પગલા ભરી પોતાની જિંદગીનો અંત લાવી રહ્યા છે. આવા જ બનાવની રેલવે પોલીસ વિભાગ ના દિલીપભઈ ખાચર પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ થી સુરેન્દ્રનગર તરફ જવા માટે પાર્સલ ટ્રેઈન પસાર થઇ રહી હતી. જે ટ્રેઈન થાનગઢ ના તરણેતર રોડ ફાટક પાસેથી પસાર થઇ કે તરત જ પહેલેથી પોતાના દોઢ વર્ષના પુત્ર સાથે રાહ જોઈ બેઠેલી રાણીપાટ ગામની ૨૫ વર્ષીય મહિલા મીનાબેન અશ્વિનભાઈ સોલંકીએ તેના પુત્ર પાર્થ અશ્વિન સોલંકીને સાથે લઇ ટ્રેઇન હેઠળ પડતું મૂકતા બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યાનો બનાવ બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
જેમાં બને માતા પુત્ર ના મોત નિપજ્યાં હતા, હાલ બને ની લાશ ને પોસમોર્ટમ માટે લઈ જવા માં આવી છે, અરેરાટીભર્યા બનાવની રેલવે પોલીસ વિભાગના જમાદાર જયદેવસિંહ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
