છલોછલ/ સરકારી તિજોરીને કોરોના ફળ્યો : 27.07 લાખ કરોડનું ટેક્સ કલેક્શન

વાર્ષિક દ્રષ્ટિએ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 49% અને ઈનડાયરેક્ટ ટેક્સ કલેક્શન 30% વધ્યું છે તેમ સરકારે જણાવ્યું છે.

Top Stories Business
ટેક્સ

થોડા મહિનાઓ પહેલા દેશની ડામાડોળ થયેલી આર્થિક સ્થિતિ સ્થિર થતી જોવા મળી રહી છે. કોરોના સમય દરમિયાન દેશમાં આર્થિક ગતિવિધિઓના ત્રાજવા ડગી ગયા હતા પરંતુ 2021-22માં દેશનું કુલ ટેક્સ કલેક્શન ઐતિહાસિક 27.07 લાખ કરોડ થયું છે. વાર્ષિક દ્રષ્ટિએ ટેક્સ કલેક્શનમાં 34 ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. સરકારી તિજોરીની આ સ્થિતિ જ બતાવે છે કે દેશની આર્થિક સ્થિતિ કેવી છે. સરકાર દ્વારા બજેટમાં અંદાજિત કરેલ 22.17 લાખ કરોડના આંકડા કરતા વાસ્તવિક કર વસૂલી 5 લાખ કરોડ વધુ છે. .

આ સમયગાળા દરમિયાન સરકારે ટેક્સમાંથી 20.27 લાખ કરોડની કમાણી કરી હતી. સરકારને આ ટેક્સની આવક કોર્પોરેટ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને જીએસટી દ્વારા પ્રાપ્ત થયા છે.  વાર્ષિક દ્રષ્ટિએ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 49% અને ઈનડાયરેક્ટ ટેક્સ કલેક્શન 30% વધ્યું છે તેમ સરકારે જણાવ્યું છે. ડેટા અનુસાર ગત નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 49% વધીને બજેટ અનુમાન કરતા 3.02 લાખ કરોડ વધુ રૂ. 14.10 લાખ કરોડ, કોર્પોરેટ ટેક્સ કલેક્શન 56.1% વધીને રૂ. 8.58 લાખ કરોડ અને વ્યક્તિગત ટેક્સ આવક 43 ટકા વધીને રૂ. 7.49 લાખ કરોડ રહી છે. દેશના કુલ જીડીપીની સામે ટેક્સ કલેક્શનનો રેશિયો 1999 પછી 23 વર્ષમાં સૌથી વધુ છે. રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે જણાવ્યું હતું કે, જીડીપીની સામે ટેક્સ કલેક્શનનો રેશિયો 11.7 ટકા રહ્યો છે. 2020-21માં તે 10.3% હતો.

આ પણ વાંચો : કેનેડાનાં હરણ બન્યા ચેપી રોગનો શિકાર : રોગીષ્ટ હરણનું માંસ ખાવાથી માણસ બની શકે છે રોગનો ભોગ

આ પણ વાંચો :આયુર્વેદ વિશે ખૂબ જાણ્યું, હવે સમજો વૃક્ષાયુર્વેદ શું છે?

આ પણ વાંચો :રશિયામાં ડ્રાઇવિંગને લઈને વિચિત્ર કાયદા, જો તમે ઘરેથી ગંદી કાર લઈને નીકળ્યા તો રસ્તામાં કરવું પડશે આ કામ