દેશમાં દરરોજ જોવા મળતાં કોરોના સંક્રમણનાં કેસ વચ્ચે એક મોટા સમાચાર આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન એ કહ્યું કે, ભારતમાં કદાચ કોરોના મહામારીનો સૌથી ખરાબ સમય પૂર્ણ થઇ ગયો છે. ડૉ હર્ષવર્ધને આશા જતાવી છે કે, જાન્યુઆરીમાં કોઇપણ અઠવાડિયાથી ભારત તેનાં નાગરિકોને વેક્સીન આપવાની શરૂ કરશે.
રાજકોટ / એઈમ્સ હોસ્પિટલનું કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં મ…
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતમાં કોરોના વેક્સીન અંગે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારત વેક્સીન તૈયાર કરવા અને રિસર્ચમાં હમેશાંથી આગળ રહ્યું છે. વેક્સીનની સુરક્ષા અને અસર અંગે વૈજ્ઞાનિકો કોઇ પણ પ્રકારે કોઇ જ રિસ્ક લેવા માંગતા નથી. અમારા વૈજ્ઞાનિકો કોરોના વેક્સીન અંગે ખુબજ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી આંકડાનું અધ્યયન કરી રહ્યાં છે.
રાજકોટ / ઓળખ સ્માર્ટ સિટીની, રેન્કિંગમાં ત્રણ મહાનગરો થી પાછળ 34મા ક્…
ડો. હર્ષવર્ધનનું કહેવું છે કે, થોડા મહિના પહેલાં સુધી દેશમાં 10 લાખ એક્ટિવ કેસ હતાં જે ઘટીને હવે 3 લાખની આસાપસ થઇ ગાય છે. તેમનું જણાવ્યું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 1 કરોડથી વધુ કેસીસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 95 લાખ જેટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ગયા છે. તેમણે કહ્યું કે, ભારતનો રિકવરી રેટ દુનિયામાં સૌથી વધુ છે. ડૉ. હર્ષ વર્ધનનું કહેવું છે કે, દેશ ગત 10 મહિનાઓથી જે સંકટ સામે લડી રહ્યા છે તે હવે દૂર થતું નજર આવી રહ્યું છે. કોરોનાની આ જંગમાં આજે ભારત દુનિયાનાં અન્ય દેશોની સરખામણીએ સારી સ્થિતિમાં છે.
#CoronaUpdate / કોરોનાની ચાલ નબળી પડી, ગુજરાતમાં આજે 7 લોકોના મોત સાથે આટલા …
વેક્સીન ન લગાવવા પર સરકાર નહીં કરે કોઇ દબાણ- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વેક્સીનનાં વિતરણ અંગે કહ્યું કે, ભારત સરકાર ગત ચાર મહિનાથી રાજ્યોની સાથે વેક્સીનેશનની તૈયારીમાં લાગી ગયુ છે. લોકોને સુરક્ષિત રીતે કોરોના વેક્સીન આપવા માટે 260 જિલ્લાનાં 20 હજારથી વધુ વર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમારો પ્રાયસ એ રહેશે કે અમારી પ્રાથમિકતામાં શામેલ દરેક વ્યક્તિને વેક્સીન લગાવવામાં આવે. પણ જો કોઇ તેને લગાવવા ન ઇચ્છે તો તેનાં પર કોઇ દબાણ કરવામાં આવશે નહીં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
