Ahmedabad News : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 200 કિલોથી વધુ ગાંજો અને એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. ઓડિશાથી ટ્રકમાં ભરીનેલાવવામાં આવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ડિલિવરી આપવા માટે આવી રહ્યા હતા. વટવા GIDCમા ડિલિવરી કરે તે અગાઉ જ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી મોટી માત્રામાં ગાંજો અને ડ્રગ્સ કબ્જે કર્યું છે. આ જથ્થો કોને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક ઝડપી હતી. જેમાં તપાસ કરતા ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
Kudos to CP Ahmedabad & Crime Branch Team!!
In a major victory against drug trafficking, the Ahmedabad Crime Branch has successfully busted a massive drug racket, resulting in:
✦ Recovery of over 200 kgs of dry ganja
✦ Arrest of 3 peddlers involved in the illicit trade…— Harsh Sanghavi (@sanghaviharsh) September 6, 2024
અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે ઓડિશાના ત્રણ શખસની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા. અમદાવાદની વટવા GIDCમા ડિલિવરી કરવાના હતા. પરંતુ તે અગાઉ જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ડિલિવરી કરીને આવ્યા હોવાની પણ શંકા છે. જેથી તે મામલે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત વટવા GIDCમાં જે વ્યક્તિને ડિલિવરી આપવાના હતા તેની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદમાં અન્ય કોઈ જગ્યાએ ડિલિવરી આપવામાં હતા કે કેમ અને અગાઉ પણ આ રીતે ગાંજા અને ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
અગાઉ એરપોર્ટ પરથી નાર્કોટિક્ટસ કંટ્રોલ બ્યુરોએ એક ફિલીપાઇન્સ મહિલાની 2.121 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી હતી. ફિલીપાઇન્સથી જીનાલીન પડિવાન લિમોન(ઉવ. 41 રહે. ફિલિપાઇન્સ)નામની મહિલા સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ લઇને એરપોર્ટ પરથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહી હતી. જો કે, NCBની ટીમને પાક્કી બાતમી હતી કે, જીનાલીન હેરોઇન સાથે આવી રહી છે એટલે એરપોર્ટથી બહાર નીકળતા જ તેની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો:સાસણ-ગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની થઈ ઉજવણી
આ પણ વાંચો:વિશ્વ સિંહ દિવસ શા માટે ઉજવાય છે? ભારતમાં સંરક્ષણ માટે કયા પ્રયાસો કરાયાં
