Mumbai News : મુંબીના સાકીનાકામાંથી નશીલા પદાર્થ શાખાના અધિકારીઓે માહિતીને આધારે એક 26 વર્ષીય યુવતકની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે ગાંજા સાથે રૂ.33,98,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.નશીલા પદાર્થ શાખાની ટીમે શંકાને આધારે એક કારની તલાશી લીધી હતી. આ વોક્સવેગન કારની ડેકીમાં તપાસ કરતા અંદરથી 47 કિલોગ્રામથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજો અને કાર મળીને રૂ.33,98,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપીએ નશીલા પદાર્થનો આ જથ્થો ગેરકાયદે વેચવા માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. બાંદ્રાના નશીલા પદાર્થ વિરોધી શાખાએ એનડીપીએસ એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ધ્રુવ રાઠીની મુસીબત વધી, દિલ્હીની કોર્ટે પાઠવ્યું સમન્સ
આ પણ વાંચો:ધ્રુવ રાઠી અને તેની પત્ની દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે? યુટ્યુબરે દાવા પર તોડ્યું મૌન
