સ્વાતંત્ર્ય દિવસ અગાઉ હથીયાળ મળી આવવાની વાત સમગ્ર દેશમાં ચીંતાનો વિષય બની જાય છે. માટે જ દર વર્ષે સ્વાતંત્ર દિવસે દેશભરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે. અને સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવતી હોય છે. એવી જ રીતે કામગીરી કરી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સ્પેશિયલ સેલ દ્વારા કુલ 4 લોકોની મોટી સંખ્યામાં હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે.
આપણા દેશમાં સ્વાતંત્રય દિવસ કોઇ તહેવારથી ઓછો દિવસ નથી. હવે તો લોકો વધુને વધુ આ ઉત્સવમાં જોડાય છે. કોઇ પણ નાત-જાતના બંધન વગર સૌ કોઇ સાથે મળીને ધ્વજ વંદનના કાર્યક્રમમાં જોડાય છે. પરંતુ દેશને હાની પહોંચાડવાના ઇરાદા ધરાવતા લોકોની પણ કોઇ કમી નથી. કદાચ તેના કારણે જ સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્રત દિવસ જેવા પાવન દિને દેશભરનું પોલીસતંત્ર સધન તપાસ કરતા રહે છે. આવી જ તપાસ દરમિયાન દિલ્લી પોલીસના સ્પેશીયલ સેલે 4 લોકોની હથિયારો સાથે ધરપકડ કરી છે. રવિવારે દેશમાં 75મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે. ત્યારે તેના 2 દિવસ અગાઉ આજે શુક્રવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા મોટી સંખ્યામાં હથિયારો સાથે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે, કેટલાક લોકો મોટી સંખ્યામાં હથિયારો લઈને દિલ્હી આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રાજવીર સિંહ, ધીરજ, વિનોદ અને ધર્મેન્દ્ર નામના લોકોને કુલ 55 પિસ્તોલ અને 50 જિવીત કારતૂસો સાથે ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ આ હથિયાર ક્યાંથી આવ્યા અને કોને પહોંચાડવાના હતા, તે અંગે પૂછપરછ કરી રહી છે.
