Manipur News/ 24 કલાકમાં 9નાં મોત, 14થી વધુ મકાનો સળગાવાયાં

Manipur Violence: મણિપુરના કામજોંગ અને ઉખરૂલ જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી. 24 કલાકમાં નવ લોકોનાં મોત અને 14થી વધુ મકાનોને આગ ચાંપવાના અહેવાલ વચ્ચે સુરક્ષાદળો તૈનાત કરાયાં.

Top Stories India
Manipur Violence: 24 કલાકમાં 9નાં મોત,14થી વધુ મકાનો સળગ્યાં

Manipur News: મણિપુરમાં ફરી એકવાર હિંસાની ઘટનાઓ સામે (Manipur Violence) આવી છે. કામજોંગ અને ઉખરૂલ જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં નવ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ ઘટનાની વચ્ચે ઉપદ્રવીઓએ 14થી વધુ મકાનોને આગના હવાલે કરી દીધાં હતાં. હિંસાને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને કેટલાક સ્થળોએ કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

Manipur Violence: કામજોંગમાં ગોળીબારમાં મહિલાનું મોત

મળતી માહિતી અનુસાર, કામજોંગ જિલ્લા (Kamjong Violence)ના છસદ ગામમાં 22 વર્ષીય યુવક અને 42 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પાંચ બાળકોની માતા એવી મહિલાને ગળાના ભાગે ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટના બાદ કુકી અને નાગા સમુદાય (Kuki Naga Clashes) સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર (Manipur Firing Incident) થયો હતો. અહેવાલો અનુસાર, શુક્રવારની રાતથી શરૂ થયેલો ગોળીબાર શનિવારની સવાર સુધી ચાલુ રહ્યો હતો. આ અથડામણ દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનું જણાવાયું છે. હિંસાની અન્ય ઘટનાઓમાં પણ જાનહાનિ થઈ છે.

14થી વધુ મકાનોને આગ ચાંપવામાં આવી

હિંસાની ઘટનાઓ દરમિયાન 14થી વધુ મકાનોને આગ (Houses Burnt in Manipur) લગાવવામાં આવી હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તણાવગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષાદળોની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે, જેથી સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાય.

કુકી-નાગા વિસ્તારોમાં તણાવ

અહેવાલો અનુસાર, મણિપુરમાં આ વર્ષે ફેબ્રુઆરીથી કુકી અને નાગા સમુદાયો વચ્ચે તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુધીમાં 40થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું જણાવાયું છે. અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે.

મણિપુરમાં અગાઉ કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે લાંબા સમય સુધી હિંસા જોવા મળી હતી. હવે કુકી અને નાગા સમુદાયના બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ અથડામણની ઘટનાઓ સામે આવતાં વહીવટી તંત્ર માટે સ્થિતિ પડકારરૂપ બની છે. સુરક્ષાદળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને વધુ હિંસા અટકાવવા પગલાં લેવામાં આવી રહ્યાં છે.


આ પણ વાંચો: મણિપુરમાં 7 કુકી ગ્રામજનોની અટકાયતનો વિરોધ, રસ્તા પર ટાયરો સળગાવી વાહનો પર પથ્થરમારો

આ પણ વાંચો: મણિપુરમાં ફરી હિંસા: 24 કલાકમાં 35 જેટલા મકાનો સળગાવાયા, એક નાગરિક ઘાયલ

આ પણ વાંચો: મણિપુરમાં હવે નાગા-કુકી સમુદાયો વચ્ચે લોહીયાળ જંગ, 3ના મોત અને ગામડાઓમાં આગચંપીથી ફફડાટ