Manipur Kangpokpi Kuki Villagers Detention Protest: મણિપુરના(Manipur) કાન્ગપોક્પી જિલ્લામાં સાત કુકી ગ્રામજનોની સુરક્ષા દળો દ્વારા અટકાયત કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. વિરોધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને સરકારી વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ટિયર ગેસના શેલ છોડ્યા હતા.
મોડી રાત સુધી ચાલ્યા વિરોધ પ્રદર્શન
મળતી માહિતી મુજબ, મોટબંગ અને આસપાસના વિસ્તારોમાં શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે વિરોધ શરૂ થયો હતો. મધરાત સુધી ચાલેલા દેખાવ દરમિયાન પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર ટાયરો(Manipur) સળગાવ્યા હતા અને માર્ગ રોકવાનો પ્રયાસ કર્યો હતો. દેખાવકારોનો આરોપ હતો કે સુરક્ષા દળોએ ખોલેન ગામના સાત રહેવાસીઓને કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યા વિના કસ્ટડીમાં લીધા હતા. આ અટકાયતના વિરોધમાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

સુરક્ષા દળોએ ટિયર ગેસ છોડ્યો
ખોલેન ગામની આસપાસ છેલ્લા કેટલાક સમયથી સશસ્ત્ર તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવી રહી હોવાનું જણાવવામાં આવે છે. સુરક્ષા દળોની અવરજવરને રોકવા માટે મોટબંગ વિસ્તારમાં ઇમ્ફાલ-દિમાપુર નેશનલ હાઇવેના કેટલાક ભાગને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. માર્ગ રોકતા પ્રદર્શનકારીઓને(Manipur) વિખેરવા માટે સુરક્ષા દળોએ ટિયર ગેસના શેલ છોડ્યા હતા. વિરોધ દરમિયાન કેટલાક લોકોને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સાતેય ગ્રામજનોને છોડવામાં આવ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની કસ્ટડીમાં રહેલા સાતેય ગ્રામજનોને (Manipur) બાદમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા. તેમની મુક્તિ બાદ વિરોધ પ્રદર્શન પણ સમાપ્ત કરવામાં આવ્યું હતું. સાત ગ્રામજનોની મુક્તિ બાદ વિસ્તારમાં તણાવ ઓછો થયો છે. એક અધિકારીએ જણાવ્યું કે હાલમાં કાન્ગપોક્પી જિલ્લામાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જોકે, મણિપુરમાં(Manipur) સુરક્ષા અને સમુદાયો વચ્ચેનો તણાવ યથાવત હોવાથી પ્રશાસન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
