America News/ અમેરિકામાં માનવ તસ્કરી રેકેટમાં મહિલા સહિત 4 ભારતવંશીની કરાઈ ધરપકડ

અમેરિકામાં માનવ તસ્કરીના આરોપમાં એક મહિલા સહિત ચાર ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories World Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 2024 07 10T081948.068 અમેરિકામાં માનવ તસ્કરી રેકેટમાં મહિલા સહિત 4 ભારતવંશીની કરાઈ ધરપકડ

America News: અમેરિકામાં માનવ તસ્કરીના આરોપમાં એક મહિલા સહિત ચાર ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ચાર ભારતીયો ટેક્સાસ રાજ્યમાં એક ઘરમાંથી માનવ તસ્કરીનું રેકેટ ચલાવી રહ્યા હતા. અમેરીકન મીડીયાએ સોમવારે રાત્રે જણાવ્યું હતું કે પ્રિન્સટન પોલીસ વિભાગની તપાસમાં માનવ તસ્કરીનો ભોગ બનેલી 15 મહિલાઓ ઘરની અંદર મળી આવી હતી.

માર્ચમાં ધરપકડ કરાયેલા ચંદન દાસીરેડ્ડી, દ્વારકા ગુંડા, સંતોષ કટકુરી અને અનિલ માલે પર માનવ તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઘરમાં રહેતી મહિલાઓને જમીન પર સૂવાની ફરજ પડી હતી. ઘરમાં કોમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક્સ અને ધાબળા સિવાય કોઈ ફર્નીચર મળ્યું નથી. પ્રાથમિક તપાસ બાદ પ્રિન્સટન પોલીસે સંતોષ કાટકુરીના ઘરની તપાસ માટે વોરંટ મેળવ્યું હતું. ત્યાં રહેતી મહિલાઓને સંતોષ અને તેની પત્ની દ્વારકાની શેલ કંપનીઓમાં કામ કરવા મજબૂર કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું ઝેલેન્સકી મોદી-પુતિનની મિત્રતાથી નારાજ છે? મિસાઈલ હુમલા બાદ ભારત વિશે મોટી ચર્ચા

આ પણ વાંચો:જાપાનમાં પણ પ્રયોગોના નામે માણસો સાથે થતી હતી ક્રૂરતા,જીવતા લોકોના મગજ બહાર કાઢવા કુહાડી કપાતા હતા માથા

આ પણ વાંચો:PM મોદીના રશિયા પ્રવાસ વચ્ચે પુતિનનો મોટો નિર્ણય, રશિયન સેનામાં સામેલ ભારતીયોને પરત મોકલશે

આ પણ વાંચો:વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા ‘તમે તમારું આખું જીવન માતૃભૂમિ અને ભારતીયોની સેવામાં આપ્યું’