Vadodra News : વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ભદ્રાવા પોલીસ સ્ટેશનની હદમાં ટ્રકમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને મળી હતી. માહિતીને આધારે પોલીસે નેશનલ હાઈલે 4 પર મુંબઈથી દિલ્હી જતા ટ્રેક પર ટોલ નાકા નજીકથી ટ્રક ઝડપી લીધી હતી.
મુંબઈથી દિલ્હી જતી આ ટ્રકમાં પોલીસે તપાસ કરતા અંદરથી રૂ. 52,14,330 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળીને કુલ રૂ. 62,72,730 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. . પોલીસે આ કેસમાં ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. જેમાં દારૂનો જથ્થો મોકલનાર, દારૂ મંગાવનારા તથા ટ્રકના માલિક અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ભદ્રાવા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. એસએમસીના પીઆઈ એચ વી તડવી અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.
આ પણ વાંચો: દેશમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન રજૂ કરવા જઈ રહેલું ગુજકોમાસોલ
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો
આ પણ વાંચો: ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી જૂનાજોગી દિલીપ સંઘાણીની વરણી